દિલ્હી -NCRમાં તોફાન: વિજળી ગુલ, મેટ્રો અટકી, થોભી ગઈ જિંદગી
રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે સાંજે ચાર વાગ્યે અંધારૂ છવાઇ ગયું : હવામાન વિભાગે પહેલા જ ચેતવણી ઇશ્યું કરી હતી
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસભર ભારે તડકા બાદ રવિવારે સાંજે અચાનક 109 કિમીની ઝડપી પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેનાથી સાંજે 4 કલાકે અંધારૂ છવાઈ ગયું હતું. હવામાનમાં અચાનક આવેલા ફેરફારને કારણે ઘણા વિસ્તારોમાં વિજળી ગૂલ થઈ ગઈ હતી. પવન અને ધૂળની આંધીને કારણે મેટ્રો સેવાને પણ અસર થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીમાં વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે એરપોર્ટના અધિકારીઓએ ઓછામાં ઓછી 10 સ્થાનિક ફ્લાઇટને ડાઇવર્ડ કરી હતી. વિસ્તારાના શ્રીનગર-દિલ્હી વિમાનને અમૃતસર મોકરવામાં આવ્યું અને લખનઉ-દિલ્હી વિમાનને ફરી લખનઉ મોકલી દેવામાં આવ્યું હતું.
વિભાગનાં એલર્ટ અનુસાર દિલ્હી આસપાસ અને યુપીમાં તોફાન આવવાનો ખતરો યથાવત્ત છે. વિભાગે એલર્ટ આપ્યું તે અનુસાર દિલ્હી અને આસપાસ અને યુપીમાં તોફાન આવવાનો ખતરો યથાવત્ત છે. હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, ધુળવાળી આંધી ચાલવાની સાથે ભારે વરસાદ થશે.
આ ફેરફાર પહાડો પર નવા પશ્ચિમી વિક્ષોભ બનવાનાં કારણે થયું. તેની અસર મેદાની વિસ્તારો પર પડી. તેની અસર મેદાની વિસ્તારો પર પડી. હવામાન વિભાગે તે ઉપરાંત યૂપીનાં તમામ જિલ્લાઓને પણ એલર્ટ આપ્યું છે. તેની ચેતવણી બાદ યુપી સરકારની તરપતી તંત્રને અધિકારીઓએ આ અંગે માહિતી આપવામાં આવી છે અને કોઇ પણ પરિસ્થિતી માટે તૈયાર રહેવા માટેનાં નિર્દેશોપણ આપ્યા છે. ગત્ત દિવસોમાં યુપીમાં તોફાનથી સૌથી વધારે નુકસાન થયું હતું. 100 કરતા વધારે લોકોનાં જીવ ગયા હતા.
પહાડો પર પહેલા આવશે તોફાન
વિભાગે આ એલર્ટ જે રાજ્યો માટે ઇશ્યું કર્યું હતું તેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉતરાખંડનો સમાવેશ થાય છે. એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પહાડો પર તોફાન આવ્યા બાદ તે દિલ્હી, પશ્ચિમી યુપી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, વિદર્શ, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, પુડુચેરીને પણ અસર કરી શકે છે. રાજસ્થાનનાં કેટલાક હિસ્સાઓમાં પણ ધુળીયું તોફાન જોવા મળ્યું હતું.
80 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે ફુંકાઇ હવા
પુર્વી ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડમાં પણ 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી હતી. જમ્મુ કાશ્મીર અને કર્ણાટકનાં કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદ થયો હતો. ત્યાં પણ રવિવારે હવામાન બગડે તેવી શક્યતાઓ છે. આંધ્રનાં કિનારાનાં વિસ્તારો, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ તોફાની વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.