Delhi NCR Earthquake News: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યુપી બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા. આ આંચકા દિલ્હી, નોઇડા, ફરીદાબાદ, ગુરૂગ્રામ, ગાજિયાબાદ સહિત આસપાસના શહેરોમાં અનુભવાયા હતા. આ પહેલાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા 3 ઓક્ટોબરે અનુભવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક આવેલા ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાઈ રાઈઝ સોસાયટીમાં પણ લોકો ગેલેરીમાં એકઠા થઇ ગયા હતા. 


ભૂકંપના આંચકા રાત્રે 11.32 કલાકે અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. આ આંચકા એવા સમયે આવ્યા જ્યારે લોકો ખાધા પછી સૂવાની તૈયારી કરી રહ્યા હતા. આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંખા, ઝુમ્મર અને લાઈટો હલતા જોવા મળી રહ્યા છે.



માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ જમીનથી 10 કિમી નીચે આવ્યો હતો.