નવી દિલ્હી : દિલ્હી અને NCRમાં ભૂકંપના હળવા ઝટકાઓ અનુભવાયા હતા. સમાચાર એજન્સી ANI અનુસાર , ભૂકંપના ઝટકાઓ 4.37 બપોરે અનુભવાયા હતા.  રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી. જેનું કેન્દ્ર હરિયાણાનું ઝજ્જર છે. અત્યાર સુધીની માહિતી અનુસાર ક્યાંથી પણ જાનમાલના નુકસાનનાં સમાચાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણાનું આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ન કરવું
જો તમે ભૂકંપના ઝટકાઓ અનુભવી રહ્યા હોવ તો ગભરાવાની જરૂર નથી. ખુબ જ સાવચેતી અને હોશિયારીથી કામ લેવાની જરૂર છે. જો તમે ઉંચી ઇમારતમાં રહો છો તે ઘરનાં કોઇ ખુણામાં માથુ નીચુ કરીને ઉભા રહી જાઓ. આ દરમિયાન લિફ્ટનો ઉપયોગ ક્યારે પણ ન કરો.જો તમે ઘરની બહાર છો તો ઉંચી બિલ્ડિંગ અને થાંભલાઓની નજીક ક્યારે પણ ઉભા ન રહો. 
જર્જરિત થયેલી ઇમારતોથી પણ દુર રહો. કોઇ એવા માર્ગ કે પુલ પરથી ન પસાર થાવ જે ઘણી જુની અને નબળી હોય. જો શક્ય હોય તો મજબુત ટેબલની નીચે માથુ છુપાવીને બેસી જાઓ. આ દરમિયાન ઘરમાં કાચની બારીઓથી પણ દુર રહો. આ તમામ ઉપાયો છતા પણ તમે ક્યાંય ફસાઇ જાઓ છો તો સીટી વગાડીને અથવા બુમો પાડીને મદદ માંગો.