નવી દિલ્હી: મોન્સૂન વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારો (Delhi-NCR)માં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સ્થાન રાજસ્થાનનું અલવરમાં હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારના ફરી એકવાર અહીં પર ધરતી ધ્રુજી હતી. આ પહેલા ગુરૂવારના લદ્દાખ ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેનું કેન્દ્ર કારગિલ જણાવવામાં આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે.


નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બપોર 1 વાગી 11 મિનિટ પર કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેનું કેન્દ્ર કારગિલથી 119 કિલોમીટર નોર્થવેસ્ટમાં જણાવી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube