નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપના આ ઝટકા નોઇડા અને ગાઝિયાબાદમાં અનુભવાયા છે. બે સપ્તાહમાં બીજીવાર દિલ્હી-એનસીઆરમાં ધરતી ધ્રૂજી છે. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય ગુરૂગ્રામ, ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપને કારણે લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. નોંધનીય છે કે ભૂકંપનું કેન્દ્ર ફરીદાબાદની પાસે હતું. ભૂકંપની તીવ્રતા 3.1 હતી. 


નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. દિલ્હીની સાથે નોઇડા અને ગાઝિયાબાદમાં પણ રવિવારે ધરા ધ્રુજી છે. હરિયાણામાં પણ ઘણી જગ્યાએ ભૂકંપ આવ્યો છે. આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube