નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ (ચંબા) બોર્ડર પર ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. રિક્ટેર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બપોરે 12.10 કલાકે ભૂકંપ અનુભવાયો હતો. જોકે, જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોડા ભદરવાહ, કિશ્તવાડ, ગંડોહ, ભલ્લેસા, થાથરીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સોમવારે પાકિસ્તાનમાં પણ ધરતીકંપ અનુભવાયો હતો. સવારે 11.41 કલાકે ઈસ્લામાબાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પાકિસ્તાનના હવામાન વિભાગ અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0ની હતી. 


ભોજન બનાવવામાં આ મહિલાને કોઇ ના પહોંચી શકે, બની દુનિયાની ફર્સ્ટ મહિલા શેફ


ચંબામાં બે દિવસમાં ત્રીજી વખત આવ્યો ભૂકંપ
ચંબપા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ધરતીકંપની આ ત્રીજી ઘટના છે. ચંબા જિલ્લામાં રવિવારે ઓછી તીવ્રતાના ભૂકંપના ઝડકા અનુભવાયા હતા. રવિવારે આવેલા ભૂકંપની તીવ્રતા 3.4 હતી, જે સવારે 5.30 કલાકે અનુભવાયો હતો. ભૂકંપનો બીજો ઝટકો સવારે 9.04 કલાકે અનુભવાયો હતો. 


ભૂકંપના ઝટકાનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરની સરહદને અડીને આવેલા ચંબામાં હતું. હવામાન ખાતા અનુસાર હિમાલયની પ્લેટ ફરીથી સક્રિય થઈ હોવી જોઈએ. જેના કારણે ભારત અને પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....