6.3 તીવ્રતાના ભૂકંપથી સમગ્ર ઉત્તર ભારતની ધરા ધ્રૂજી, PoKમાં 5 મોત, 50થી વધુ ઘાયલ
નવી દિલ્હીઃ આજે સાંજે 4.35 કલાકની આજુબાજુમાં પાકિસ્તાન અને સમગ્ર ઉત્તર ભારતમાં 6.3ની તીવ્રતા ધરાવતા ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની કેન્દ્રબીંદુ પીઓકેના જાટલાન વિસ્તારમાં હોવાનું અનુમાન છે. પ્રાથમિક અહેવાલો અુસાર પીઓકેમાં ભૂકંપના કારણે મોટું નુકસાન થયું છે. 5 લોકોનાં મોત થયા છે અને 50થી વધુ ઘાયલ થયા છે. પીઓકેમાં સડકોમાં બે ફાડ પડી ગઈ છે અને કેટલીક ગાડીઓ પણ સડક વચ્ચે પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી.
ભારતમાં જમ્મુ-કાશ્મીરથી માંડીને દિલ્હી-NCR અને રાજસ્થાન સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકાનો અહેસાસ થતાં જ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેતા લોકો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ દોડીને બહાર સડક પર આવી ગયા હતા. સાંજે 4.40 કલાકે એકથી વધુ વખત ભૂકંપના ઝટકાનો લોકોને અહેસાસ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના રાવલપિંડીથી નજીક જાટલાન હતું.