Earthquake Today: મહારાષ્ટ્ર-અરુણાચલ પ્રદેશ સવારે જોરદાર આંચકાથી હચમચ્યા, જાણો શું હતી તીવ્રતા
Earthquake in Maharashtra: દેશના પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્ર અને પૂર્વી રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં હંમેશા ભૂકંપના ઝટકા આવતા રહે છે. ગુરૂવારે સવારે ફરી ભૂકંપ આવ્યો હતો.
મુંબઈઃ અરૂણાચલ પ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં સવારે ભૂકંપના આંચકા આવ્યા છે. મહારાષ્ટ્રના નાંદેડ વિસ્તારમાં ગુરૂવારે સવારે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. જાણવા મળ્યું કે આશરે 10 સેકેન્ડ સુધી ભૂકંપ આવ્યો અને લોકોના ઘરોમાં તેનો અનુભવ થયો હતો. ભૂકંપના આ જોરદાર ઝટકાને કારણે લોકો ડરી ગયા હતા. નાંદેડ સિવાય પરભણી અને હિંગૌલીમાં પણ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે.
હકીકતમાં મહારાષ્ટ્રના નાંદેડ વિસ્તારમાં આ ભૂકંપ ગુરૂવારે સવારે આશરે 6 કલાક 8 મિનિટ પર આવ્યો હતો. ભૂકંપના ઝટકાનો અનુભવ લગભગ 10 સેકેન્ડ સુધી થયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અખાડા બાલાપુર વિસ્તાર હતો. હાલમાં ભૂકંપથી કોઈ જાનહાની થયાના સમાચાર નથી.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર પહેલા અરૂણાચલ પ્રદેશમાં ગુરૂવારે વહેલી સવારે ભૂકંપના બેક ટૂ બેક બે ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે અરૂણાચલ પ્રદેશમજાં ગુરૂવારે અલગ-અલગ સમયમાં ભૂકંપના ઝટકા આવ્યા છે.
પ્રથમ ભૂકંપ ગુરૂવારે રાત્રે 1 કલાક 49 મિનિટ પર આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હતી. આ ભૂકંપનું કેન્દ્ર અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં હતું. તો બીજો ઝટકો બે કલાક બાદ રાત્રે 3.40 કલાકે આવ્યો હતો. બીજા ભૂકંપનું કેન્દ્ર અરૂણાચલ પ્રદેશનું પૂર્વ કમેંગ હતું અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. નેશનલ સેન્ટરફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. બંને ભૂકંપમાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી.