નવી દિલ્હી : દિલ્હી સહીત એનસીઆર અને આસપાસનાં વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1ની નોંધાઇ છે. અત્યાર સુધી કોઇ નુકસાન અંગે માહિતી મળી નથી. બીજી તરફ જમ્મુના કેટલાક વિસ્તારમાં પુંછ જિલ્લામાં પણ ભુકંપના જોરદાર ઝટકાઓ અનુભવાયા. ભારતીય સમયાનુસાર આ ભુકંપ શનિવારે સાંજે 5.34 મિનિટે આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ મુદ્દે અમેરિકન દૂતાવાસને ડિમાર્શ બજાવવામાં આવ્યું

શરૂઆતી માહિતીમાં ભુકંપનુ કેન્દ્ર હિંદુકુશ પર્વત વિસ્તાર હોવાનું જણાવાઇ રહ્યું છે. તે હિંદુકુશ પર્વત માળા મધ્ય અફઘાનિસ્તાનથી ઉત્તરી પાકિસ્તાન સુધી ફેલાયેલી છે. ઉલ્લેખનીય છે કે, એક રિપોર્ટ અનુસાર દેશનાં આશરે 38 શહેર હાઇ રિસ્ક સિસ્મિક જોનમાં આવે છે. જ્યારે 60 ટકા જમીનભુકંપ મુદ્દે અસુરક્ષીત છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર ભારતમાં મોટે ભાગે નિર્માણભૂકંપને ધ્યાને રાખીને નથી કરવામાં આવ્યુ. જો કે તેનાં કેટલાક અપવાદોમાં સમાવેષ્ટ દિલ્હી મેટ્રો ભુકંપના ઝટકાઓ સહી શકે છે. 


ઋષી કુમાર શુક્લા સીબીઆઇનાં નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, જેટલા વધારે રિક્ટર સ્કેલ પર ભુકંપ આવે છે, તેટલી જ વધારે કંપન અનુભવાય છે. જે રીતે 2.9 રિક્ટર સ્કેલ પર ભુકંપ આવવાના કારણે હળવુ કંપન આવે છે. બીજી તરફ 7.9 રિક્ટર સ્કેલ પર ભુકંપ આવવાના કારણે ઇમારતો પડી જાય છે. ભુકંપ દરમિયાન જમીનના કંપનથી મહત્તમ આયામ અને કોઇ આર્બિટ્રેરી નાના આયામો અનુસાર સાધારણ ગણિતને રિક્ટર સ્કેલ પ્રમાણ કહે છે. રિક્ટર પ્રમાણનું આખુ નામ રિક્ટર પરિણામ પરીક્ષણ પ્રમાણ છે. 


પટનામાં રાલોસપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ, ઘાયલ થયેલા ઉપેંદ્ર કુશવાહા

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝોન 5ને ભુકંપની દ્રષ્ટી સૌથી વધારે ખતરનાક માનવામાં આવે છે. સાથે જ દિલ્હી, પટના, શ્રીનગર, કોહિમા, પુડુચેરી, ગુવાહાટી, ગેંગટોક, શિમલા, દેહરાદુન, ઇંફાલ અને ચંડીગઢ, અંબાલા, અમૃતસર, લુધિયાણા, રુડકી સિસ્મિક ઝોન 4 અને 5માં આવે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ,, ગુજરાત, ઉત્તરબિહાર અને અંડમાન નિકોબારના કેટલાક વિસ્તાર ઝોન-5માં આવે છે.