Earthquake in Delhi-NCR: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા, ભૂકંપની તીવ્રતા 3.7
દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપથી નુકસાન થયું કે નહીં તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી.
નવી દિલ્હીઃ Earthquake in Delhi: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઇઝ્ઝરમાં હતું. 10:36 પર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની ઉંડાઈ 5 કિલોમીટર પર હતી.
સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યાં છે કે શું કોઈને ભૂકંપના ઝટકાનો અનુભવ થયો. તો કેટલાક લોકોનું કહેવું છે કે તેમને ઝટકાનો અનુભવ થયો છે.
આ પહેલા 20 જૂને પણ ભૂકંપના હળવા ઝટકા આવ્યા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર 2.1 તીવ્રતા માપવામાં આવી હતી. તે ભૂકંપનું કેન્દ્ર દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં હતું. તે દિવસે 12.02 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી સાત કિલોમીટર અંદર હતું. પરંતુ ખુબ હળવા ઝટકા હોવાને કારણે વધુ લોકોને તેનો અનુભવ થયો નહીં.
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ઘૂમતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ સૌથી વધુ ટકરાય છે તે ઝોન ફોલ્ટ ઝોન કહેવાય છે. વારંવાર ટકરાવવાના કારણે પ્લેટ્સના ખૂણા વળે છે. જ્યાં સૌથી વધુ દબાણ સર્જાય છે ત્યાં પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. ત્યારબાદ ડિસ્ટર્બન્સ વધે છે અને ભૂકંપ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube