ઉત્તર પ્રદેશમાં લખનઉ અને સીતાપુર સહિત અનેક જિલ્લાઓમાં મોડી રાતે ભૂકંપના આંચકા મહેસૂસ થયા. રાતે લગભગ 1.16 વાગે આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 માપવામાં આવી. જેનું કેન્દ્ર લખનઉથી 139 કિમી દૂર ઉત્તર-ઉત્તરપૂર્વમાં 82 કિમીના ઊંડાણમાં રહ્યું. જો કે હજુ સુધી આ ભૂકંપના કારણે થયેલી જાનહાનિ વિશે કોઈ સમાચાર આવ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંચકાના કારણે લોકો મધરાતે ઘરમાંથી બહાર નીકળી ગયા. જન્માષ્ટમીની ઉજવણી જ્યાં ચાલતી હતી તે પંડાળોમાંથી પણ લોકો બહાર નીકળી ગયા. લોકોના જણાવ્યાં મુજબ આંચકા એટકા તીવ્ર હતા કે ઘરોમાં રાખેલા ફ્રિજ, કૂલર સહિત અનેક સામાન મોડી રાત સુધી હલતા રહ્યા. કૃષ્ણ જન્મની ઉજવણી થતા જ સીતાપુરમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. રાતે લગભગ 1.16 વાગે અચાનક ભૂકંપનો જોરદાર આંચકો મહેસૂસ થયો. 


આ અગાઉ શુક્રવારે ઉત્તરાખંડના પિથોરાગઢ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6ની હતી. એનસીએસએ કહ્યું કે જમ્મુ  કાશ્મીરના હેનલે ગામના દક્ષિણ-પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો એક વધુ આંચકો મહેસૂસ  થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube