નવી દિલ્હી: ભારતમાં 20 એપ્રિલથી જ લોકડાઉનમાં ઢીલ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી એકવાર ચેતવણી આપી છે. સંગઠનનું કહેવું છે કે, કોરોના વાયરસ (Coronavirus)ને ફેલાવવાથી રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાની ઉતાવડ કરવાથી આ સંક્રમણ ફરીથી જોર પકડી શકે છે. ડબ્લ્યૂએચઓએ આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે સરકારે પ્રતિબંધોમાં ઢીલ આપી આર્થિક ગતિવિધીઓ ચાલુ કરવાની યોજના બનાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવન જીવવાના રીતમાં ફેરફાર જરૂરી
ડબ્લ્યૂએચઓ માટે પશ્ચિમી પ્રશાંતના ક્ષેત્રીય નિદેશક ડો. તાકેશી કાસેઈએ કહ્યું, આ ઢીલ આપવાનો સમય નથી, પરંતુ આપણે નજીકના ભવિષ્ય માટે જીવન જીવવાની રીતમાં ફેરફાર કરી સ્વયંને તૈયાર કરવાની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, સરકારે વાયરસને ફેલાવવાથી રોકવા માટે સતર્ક રહેવાની જરૂરીયાત છે અને લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખવાના અન્ય પગલાઓને ધીરે ધીરે હટવવાની જરૂર છે. આ સાથે જ લોકોના સ્વસ્થ રહેવા તેમજ અર્થવ્યવસ્થાને ચાલુ રાખવાની વચ્ચે સંતુલન બનાવી રાખવું આવશ્યક છે.


ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 18000ને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1336 કેસ સામે આવ્યા છે. જ્યારે 47 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. હાલ ભારતમાં કોરોનાના 18601 કેસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube