નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોને લઈને બોલાવવામાં આવેલા ભારત બંધના પગલે દેશભરમાં થઈ રહેલા આંદોલન અને પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા ઈસ્ટ કોસ્ટ રેલવે ઝોને પોતાની 12 રેલગાડીઓને રદ કરવાની જાહેરાત કરી છે. આ રેલગાડીઓમાં ભુવનેશ્વર-હાવડા જન શતાબ્દી એક્સપ્રેસ અને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ઈન્ટર સિટી એક્સપ્રેસ સામેલ છે. રેલવે તરફથી માહોલ પર નજર રાખવામાં આવી રહી છે. રેલયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા જરૂર પડતા રેલગાડીઓને રદ પણ કરાઈ શકે છે. 


પૂર્વોત્તર રેલવે કરી અપીલ
ભારત બંધના પગલે ઠેર ઠેર ટ્રોનો રોકવામાં આવી રહી છે. જેના કારણે યાત્રીઓને થઈ રહેલી મુશ્કેલીઓના પગલે પૂર્વોત્તર રેલવે તરફથી એક કાર્ટુન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે રેલગાડીઓના ટ્રાફિકને બાધિત કરો નહીં. આ કાર્ટુન સાથે લખવામાં આવ્યું છે કે પોતાની માગણીઓ મનાવવા માટે રેલ રોકવી એ કાયદાકીય અપરાધ તો છે જ , તેનાથી કેટલાય વિદ્યાર્થીઓ, સારવાર કરાવવા જઈ રહેલી વ્યક્તિઓ, નોકરીના ઈન્ટરવ્યું માટે જઈ રહેલા જવાનો, વગેરેને જે પીડા થાય છે તેનો અંદાજો પણ લગાવી શકાય નહીં. 


અમિત ચાવડા અને રાજીવ સાતવ સાથે શુ કર્યું?