માલદા: મહાનંદા નદીમાં 50 લોકોથી ભરેલી બોટ પલટી ગઈ, 3ના મોત, બચાવ કાર્ય ચાલુ
પશ્ચિમ બંગાળના જગન્નાથપુર અને મુકુંદા ઘાટ વચ્ચે મહાનંદા નદીમાં 50 લોકોથી ભરેલી એક બોટ પલટી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે.
માલદા: પશ્ચિમ બંગાળના જગન્નાથપુર અને મુકુંદા ઘાટ વચ્ચે મહાનંદા નદીમાં 50 લોકોથી ભરેલી એક બોટ પલટી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. જ્યારે 30 લોકોને બચાવવામાં આવ્યાં છે. હાલ એનડીઆરએફની ટીમો રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
અકસ્માતનો ભોગ બનેલા લોકો ગુરુવારે મોડી રાતે નૌકા દોડ જોયા બાદ એક બોટથી પાછા ફરી રહ્યાં હતાં. એનડીઆરએફની 7 ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. બોટમાં સવાર લોકો પશ્ચિમ બંગાળના માલદાથી બિહારના કટિહાર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન બોટ પલટી જતા તેમાં સવાર બધા લોકો નદીમાં પડ્યાં.
માલદાના એસપી આલોક રાજોરિયાનું માનીએ તો મૃતકોની સંખ્યા 3 છે. જ્યારે લગભગ 30-40 લોકો ગુમ છે. આ બાજુ પ્રતર્યક્ષદર્શીઓના અલગ અલગ નિવેદનો મુજબ નાવમાં સવાર લોકોની સંખ્યા 30-40 તો કેટલાક 70 જણાવી રહ્યાં છે.
એસપીના કહેવા મુજબ નાવ પલટવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. કારણ કે જ્યારે નાવિક એક ખાસ દિશામાં બોટને વાળવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું. પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રેસ્સ્યુ વર્ક ચાલુ છે.
જુઓ LIVE TV
બિહારના કટિહારના નલસર પંચાયતના વૃદ્ધ બેગાઈ મોહમ્મદનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય બે મૃતદેહો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના છે.