જોહાનિસબર્ગઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, કોંગોમાં ફેલાયેલી બીમારી અત્યાર સુધીના ઈતિહાસમાં બીજો સૌથી મોટો રોગચાળો છે, થોડા વર્ષ પહેલા ફેલાયેલો આ રોગચાળો પશ્ચિમ આફ્રિકામાં હજારો લોકોનો જીવ લઈ ચૂક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

426 પર પહોંચી સંખ્યા
વિશ્વ આરોગ્ય સંગઠનના કટોકટી વિભાગના પ્રમુખ ડો. પીટર સલામાએ કોંગોમાં ફેલાયેલા રોગચાળાને મુશ્કેલ સમય જણાવ્યો છે. કોંગો આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈબોલામાં મોતની સંખ્યા 426 પર પહોંચી ગઈ છે. જેમાં 379 કેસની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે 47 લોકોને તેનો ચેપ લાગ્યાની આશંકા છે. 



સંયુક્ત રાષ્ટ્ર મિશન પણ કામે લાગ્યું 
વિદ્રોહી જૂથોના હુમલા અને સ્થાનિક લોકોના વિરોધને કારણે આરોગ્ય કાર્યકર્તાઓને ઈબોલાનો સામનો કરવા માટે અત્યાર સુધીના ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઈબોલાની રોકથામ માટે અનેક પ્રયાસોને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન સાથે અમલમાં મુકાઈ રહ્યા છે.


ઈબોલાના લક્ષણ
ઈબોલા એક ચેપી અને ઘાતક બીમારી છે. તે ઝેરી વાયરસ દ્વારા ફેલાય છે. તીવ્ર તાવ અને ગંભીર આંતરિક રક્તસ્ત્રાવ આ બિમારીના મુખ્ય લક્ષણ છે. ઈબોલાનો જે વ્યક્તિને ચેપ લાગ્યો હોય તેના સંપર્કમાં આવવાથી પણ આ બિમારી ફેલાય છે. ચેપી વ્યક્તિના કપડા, થૂક, લાળ વગેરેથી આ બિમારી ઝડપથી ફેલાય છે.