નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પુર્ણ થવામાં હવે બે જ તબક્કા બાકી રહી ગયા છે. એવામાં મતગણતરીની તૈયારીઓ પણ ચાલુ થઇ ચુકી છે. ચૂંટણી પંચે મતગણતરીમાં આ વખતે 5 ગણાવધારે વીવીપેટ મશીનો અને ઇવીએમનાં આંકડા મિલાવવાનો નિર્ણય કર્યો છે. પંચે સ્પષ્ટતા કરી છે કે ઇવીએમનાં મત અને વીવીપેટની કુપન અસંબંધ હશે તો વીવીપેટમાં રહેલી કુપનને માન્ય ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં વીવીપેટ કુપનથી ઇવીએમના મતની ગણત્રી પહેલીવાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા વિવાદ મુદ્દે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ અતિમહત્વની સુનવણી આજથી શરૂ

શું હશે વ્યવસ્થા
સુપ્રીમ કોર્ટનાં ચુકાદા હેઠળ લાગુ આ વ્યવસ્થા અંતર્ગત વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન પ્રત્યેક વિધાનસક્ષા વિસ્તારથી એક મતદાન કેન્દ્રની વીવીપેટ કુપનનું મેળવવામાં આવતું રહ્યું છે. સુપ્રીમે હાલમાં જ આદેશ આપ્યો હતો કે હવે લોકસભા ચૂંટણીની મતગણતરીમાં પણ પ્રત્યેક મત વિસ્તારનાં પાંચ મતદાન કેન્દ્રોનાં વીવીપેટ મશીનની કુપન અને ઇવીએમના આંકડાની સરખામણી કરવામાં આવશે. 


#ModiOnZee: 272થી ઓછી સીટો આવશે તો આ હશે PM મોદીનો પ્લાન B !
#ModiOnZee: બોરિયા બિસ્તરા બાંધવાના સવાલ અંગે PMનો જવાબ...
પરિણામોમાં 4 કલાક જેટલો વધારે સમય લાગી શકે છે.
પેટાચૂંટણી કમિશ્નર સુદીપ જૈને પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે આ વખતે મતગણતરીમાં 5 ગણા વધારે વીવીપેટની કુપની ગણતરી કરવામાં આવશે જેના કારણે ચૂંટણી પરિણામમાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગી શકે છે. સાત તબક્કામાં યોજાઇ રહેલ લોકસબા ચૂંટણીનાં અંતિમ તબક્કાનું મતદાન 19 મેનાં રોજ થયા બાદ 23 મેનાં રોજ મતગણતરી થશે. જ્યા સુધી પાંચ તબક્કાનું મતદાન થઇ ચક્યું છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 12મેનાં રોજ હશે. પંચના એક અધિકારીએ ચૂંટણી નિયમોનો હવાલો ટાંકતા જણાવ્યું કે, ઇવીએમનાં મત અને વીવીપેટની કુપનની સરખામણીમાં જો કોઇ વિસંગતી સામે આવશે તો વીવીપેટની કુપનને જ માન્ય ગણવામાં આવશે.