નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં એક ચૂંટણી સભામાં ભારતીય સેનાને 'મોદીજીની સેના' જણાવી છે. સીએમ યોગીની આ ટિપ્પણી પર સોમવારે રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે. વિરોધ પક્ષના નેતાઓએ યોગી પર પ્રહાર કર્યા અને સેનાનું 'અપમાન કરવા'નો આરોપ લગાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ યોગી પર વિરોધ પક્ષના પ્રહાર વચ્ચે ચૂંટણી પંચે ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે આ અંગે રિપોર્ટ માગ્યો છે. ચૂંટણી પંચે પુછ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું નિવેદન આચારસંહિતાનું ઉલ્લંઘન છે કે નહીં. ઉલ્લેખનીય છે કે. ચૂંટણી પંચ રાજકીય પક્ષોને પહેલા જ સુચના આપી ચૂક્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય સેનાના મુદ્દે કોઈ પ્રચાર કે દુષ્પ્રચાર કરવો નહીં. 


યોગીએ વિરોધ પક્ષ પર પ્રહાર કરતા રવિવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી માટે જે 'અશક્ય' હતું, તે હવે ભાજપના શાસનમાં શક્ય બન્યું છે. 


લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કહ્યું- 'હમ નિભાયેંગે', જાણો શું કર્યાં વાયદા


કોંગ્રેસે યોગી પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેમણે સેનાની વીરતાનું અપમાન કર્યું છે. ભારતીય સેનાને 'મોદીની સેના' કહેવી આપણાં શહીદો અને બહાદ્દુર જવાનોની વીરતા અને ત્યાગનું અપમાન છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ યોગીના નિવેદન અંગે 'આશ્ચર્ય' વ્યક્ત કર્યું હતું. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ડી. રાજાએ પણ યોગીના નિવેદનની નિંદા કરી છે.  


લોકસભા ચૂંટણી ઢંઢેરોઃ કોંગ્રેસના ચૂંટણી વાયદા.... 2014 વિરુદ્ધ 2019


બીજી તરફ સૂત્રો પાસેથી મળેલી માહિતી મજુબ સેનામાં પણ સીએમ યોગીના નિવેદન અંગે નારાજગીના સંકેત જોવા મળ્યા છે. નૌકાદળના પૂર્વ પ્રમુખ એડમિરલ એલ. રામદાસે પણ જણાવ્યું કે, તેઓ યોગીના નિવેદનથી 'નિરાશ' છે. તેમણે જણાવ્યું કે, સેના કોઈ વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર દેશની છે. તેમણે જણાવ્યું કે, તેઓ ભાજપના નેતાના નિવેદન મુદ્દે ચૂંટણી પંચને રિપોર્ટ કરશે. લેફ્ટનન્ટ જનરલ(રીટાયર્ડ) એચ. એસ. પનાગે પણ જણાવ્યું કે, આવા નિવેદનો આપવાથી સેનાનું રાજનીતિકરણ થાય છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...