કોલકાતા: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર, સમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો માટે 30 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે અને મતગણતરી 3 ઓક્ટોબરના રોજ થશે. આ બાજુ ઓડિશાની એક બેઠક પીપલી ઉપર પણ પેટાચૂંટણી યોજનાર છે. આ બેઠકો પર આજથી  જ ચૂંટણી આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળની અપીલ પર ચૂંટણી કરાવવા તૈયાર થયું આયોગ
હાલ અલગ અલગ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો ખાલી છે. જેના પર પેટાચૂંટણી યોજવાની છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે આયોગે તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જગ્યાએ પશ્ચિમ બંગાળ સરકારની ખાસ ભલામણ પર ભવાનીપુર અને અન્ય બે બેઠકો પર જ પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. 


આ પ્રમાણે છે ચૂંટણી કાર્યક્રમ
આ પેટાચૂંટણી માટે આચારસંહિતા પણ અત્યારથી જ લાગૂ થઈ ગઈ છે. પેટાચૂંટણી માટે ગેઝેટ નોટિફિકેશન 6 સપ્ટેમ્બરે બહાર પડશે અને ત્યારથી 13 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પત્ર દાખલ કરાવી શકાશે. 30 સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરના રોજ મતગણતરી થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube