નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે રાજ્યસભાની સીટો પર ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચની માહિતી પ્રમાણે દેશના 15 રાજ્યોની કુલ 57 રાજ્યસભા સીટો પર ચૂંટણી યોજાશે. તેમાં બધાની નજર ઉત્તર પ્રદેશ પર રહેશે, કારણ કે યુપીમાં સૌથી વધુ 11 સીટો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે આંધ્રપ્રદેશની 4 સીટ, છત્તીસગઢની 2, તેલંગણાની 2, મધ્યપ્રદેશની 3, તમિલનાડુની છ સીટ, કર્ણાટકની ચાર સીટ, ઓડિશાની 3, મહારાષ્ટ્રની 6, પંજાબની 2, રાજસ્થાનની 4, ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 સીટો પર મતદાન થવાનું છે. ચૂંટણીનું નોટિફિકેશન 24 મેએ જાહેર થશે. તો 31 મે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ હશે. 


ચૂંટણી પંચ પ્રમાણે ઉમેદવારીની સ્ક્રૂટનીની તારીખ 1 જૂન નક્કી કરવામાં આવી છે. તો ઉમેદવારી પત્ર પરત લેવાની છેલ્લી તારીખ 3 જૂન છે. તમામ 57 સીટો પર 10 જૂને સવારે 9થી સાંજે 4 કલાક સુધી મતદાન થશે. જ્યારે 10 જૂને સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube