નવી દિલ્હીઃ મોદી સરકાર-2.0 દ્વારા આજે સંસદમાં ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. આ ઈકોનોમિક સરવેની બૂકલેટના કવર પેજની બરાબર વચ્ચેના ભાગમાં #Economy@5trillion  લખવામાં આવ્યું છે. સરકારે 2025 સુધીમાં ભારત દેશનું અર્થતંત્ર 5 લાખ કરોડ ડોલરનું બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત બે મહત્વપૂર્ણ બાબતો રોજગાર અને ઈન્વેસ્ટમેન્ટને પણ ઈકોનોમિક સરવેના કવર પજ પર સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી સરકારનું આગામી વિઝન સ્પષ્ટ થાય છે. 


કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે ઈકોનોમિક સરવેના કવરપેજની થીમ અંગે જણાવ્યું કે, "કવર પેજ સ્કાયબ્લ્યૂ કલરમાં બનાવાયું છે. આકાશી રંગ અમારી વિચારધારા દર્શાવે છે. આ દુનિયામાં કંઈ પણ ફિક્સ હોતું નથી. આથી કોઈ પોલિસી કેટલી સારી છે? શું તે લોકો સુધી પહોંચી રહી છે કે નહીં? તેનો અંદાજ ત્રણ તથ્યો પર લગાવાય છે. પ્રથમ, વિઝન કેવું છે. વર્તમાન સરકારે 2025 સુધીમાં દેશના અર્થતંત્રને 5 લાખ કરોડ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. કવર પેજ સરકારનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરે છે."


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....