Land Scam Case: ઈડીએ એક ચાલના પુર્નવિકાસમાં કથિત ગડબડીઓ સંલગ્ન મની લોન્ડરિંગના એક કેસમાં આખરે શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાઉત (60)ને દક્ષિણ મુંબઈા બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ
અધિકારીઓએ દાવો કર્યો કે રાઉતને PMLA હેઠળ રવિવારે મોડી રાતે 12.05 વાગ્યે અટકાયતમાં લેવાયા. કારણ કે તેઓ તપાસમા સહયોગ નહતા કરતા. શિવસેનાના રાજ્યસભા સભ્ય રાઉતને આજે મુંબઈની એક વિશેષ PMLA કોર્ટમાં હાજર કરાશે. અહીં ઈડી તેમની કસ્ટડીની પણ માંગણી કરશે. 


તપાસ એજન્સીની એક ટુકડી રવિવારે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રાઉતના ઘરે પહોંચી જ્યાં તેમણે સર્ચ અભિયાન ચલાવ્યું, રાઉતની પૂછપરછ કરી અને સાંજ સુધીમાં તેમને એજન્સીના સ્થાનિક  કાર્યાલયમાં પૂછપરછ માટે હાજર થવાનું સમન પાઠવ્યું. 


સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે એક ખાનગી સમાચાર ચેનલને ફોન પર જણાવ્યું કે તેઓ ઈડીને પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે અને શિવસેનાને ખમત કરવા માટે સુનિયોજિત રાજકીય ષડયંત્ર આગળ તેઓ ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે 'હું ડરેલો નથી...કાયદાને અસહયોગ કરવાનો સવાલ જ નથી, હું શિવસેના માટે પોતાની જાતને કુરબાન કરવા તૈયાર છું. ઈડીની ટીમ કોઈ પણ નોટિસ વગર સવાર સવારમાં આવી ગઈ, આ તથાકથિત કેસમાં મારી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી.'


સંજય રાઉતે ફરીથી દોહરાવ્યું કે મહાવિકાસ આઘાડીની સરકાર (જે 29 જૂને પડી ગઈ)ને પાડવામાં મદદ કરવા માટે તેમના પર ભૂતકાળમાં દબાણ નાખવામાં આવી રહ્યું હતું અને તેમણે પોતાના વિરુદ્ધ ઈડીના આરોપને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ કોઈની સામે ઝૂકશે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખશે. 


આ અગાઉ ઈડીએ કાર્યવાહી કરતા રવિવારે સવારે રાઉતના ભાંડુપ આવાસ, મૈત્રી પર રેડ પાડી અને 9 કલાકથી વધુ સમય સુધી સર્ચ અભિયાન ચાલ્યું. રાઉતને બે સમન મોકલ્યા બાદ ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી. રાઉતે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો કારણ કે તેઓ સંસદ સંલગ્ન કાર્યોમાં વ્યસ્ત હતા. ઈડીનું આ પગલું શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીના એક દિવસ પહેલા લેવાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube