નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ અગસ્તા વેસ્લલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા સાથે જોડાયેલો એક કેસનાં સહ-આરોપી ગૌતમ ખેતાનને નાણા શોધનનાં આરોપમાં ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે. એજન્સીનાં અધિકારીઓએ શનિવારે આ અંગે માહિતી આપી. પ્રોફેશનલ વકીલ ખેતાનને શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી અને શનિવારે તેમને વિશેષ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધરપકડથી એક અઠવાડીયા પહેલા આવકવેરા વિભાગનાં અધિકારીઓએ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર ખાતે ખેતાનનાં કાર્યાલયો અને અન્ય સંપત્તીઓ પર દરોડા પાડ્યા હતા. જાણવા મળ્યું કે નાણાકીય તપાસ એજન્સીઓએ યુપીએનાં કાર્યકાળ દરમિયાન અગસ્તા વેસ્ટલેન્ડ ઉપરાંત અન્ય સંરક્ષણ સોદામાં કથિત રીતે દલાલી લેવાનાં મુદ્દે વકીલની વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી લીધા છે. 

ઇડીએ કહ્યું કે, સમગ્ર કાર્યપ્રણાલીને વકીલ નિયંત્રિત કરી રહ્યો હતો અને પૈસાને આમ તેમ મોકલવા માટે તેઓ જવાબદાર હતા. તેઓ પોતાનાં કનેક્શન અને ગ્રાહકોનો દુરુપયોગ કરતો હતો, જેમાંથી કેટલાક કનેક્શન તેને તાનાં પિતા પાસેથી વારસામાં પ્રાપ્ત થયા હતા અને રકમને દુબઇ, મોરેશિયસ, સિંગાપુર, ટ્યૂનીશિયા, સ્વિત્ઝરલેન્ડ, બ્રિટન અને ભારત ખાતે અનેક ખાતાઓમાં આમ-તેમ કરીને નાણા પુરા પાડતો હતો. 

એજન્સીનાં અધિકારીઓએ જણાવ્યું કે, ભારત બહાર તે જે ખાતામાં રકમ મોકલતો હતો, તેમાંથી અનેક તેની સેલ કંપનીઓનાં ખાતા પણ હતા. એક જાણકાર સુત્રએ જણાવ્યું કે, ઇડીએ ખેતાનનો એક જામ્બિયા સાથે કનેક્શન હોવાની માહિતી પણ મેળવી છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રુપિયા બાંડાનાં ત્રણ પુત્રોમાંથી એક હેનરી બાંડાનાં નજીકનાં સ્વરૂપમાં માનવામાં આવે છે, જેના પર વર્ષ 2008થી 2011 દરમિયાન અધિકારનાં દુરૂપયોગનો આરોપ છે. 

સુત્રોએ જણાવ્યું કે, દિનગની બાંડાએ આઇડીએસ ટ્યૂનિશિયાથી 2,50,000 યૂરો મેળવ્યા હતા. આ કંપનીએ અગસ્તાવેસ્ટલેન્ડ ગોટાળામાં નાણાશોધવાનું કામ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ખેતાને હેનરી બાંડાની કેન્યામાં એક સંપત્તી ખરીદવા માટે સેશેલ્સમાં કંપનીઓની મદદથી આ કામ કર્યું. ઇડીએ સાથે જ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)એ 3600 કરોડ રૂપિયાનાં વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા મુદ્દે ખેતાનનું નામ પોતાનાં અલગ-અલગ આરોપ પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખેતાનને અગસ્તાવેસ્ટલેન્ડ ગોટાળામાં કથિત સંડોવણી મુદ્દે પહેલા વર્ષ 2014નાં સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને 2015માં જામીન મળ્યા હતા. જો કે સીબીઆઇએ તેને મુદ્દે અન્ય આરોપી સંજીવ ત્યાગીની સાથે 9 ડિસેમ્બર, 2016ના રોજ ફરીથી ધરપકડ કરી હતી. જો કે ત્યાર બાદ તેને જામીન મળી ગયા. સીબીઆઇનાં આરોપ પત્રમાં અગસ્તાવેસ્ટલેંડ સોદા પાછળ ખેતાનનું મગજ હોવાનું જણાવાઇ રહ્યું છે.