નવી દિલ્હીઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ઈડીએ લાંબી પૂછપરછ બાદ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ નેશનલ સ્ટોક એક્સચેન્જના લોકેશન કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. પૂર્વ પોલીસ કમિશનરને બુધવારે દિલ્હીની વિશેષ અદાલતની સામે રજૂ કરવામાં આવશે, જ્યાં ઈડી તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની અપીલ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ સીએમડી ચિત્રા રામાકૃષ્ણન પહેલાથી ઈડીની ગિરફ્તમાં છે અને તે આ સમયે ઈડીની કસ્ટડીમાં છે. 


શું છે સંજય પાંડે પર આરોપ?
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે મંગળવારે ઈડીની સામે પૂછપરછ માટે હાજર થયા હતા. તેના પર આરોપ છે કે તેની કંપની આઈ સિક્યોરિટીની પાસે વર્ષ 2010થી વર્ષ 2015 સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જની સિક્યોરિટી ઓડિટ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આરોપ છે કે આ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લોકેશન કૌભાંડ થયું હતું. તપાસ એજન્સીઓએ આ મામલામાં નેશનલ સ્ટોક એક્સચેન્જની તત્કાલીન સીએમડી ચિત્રા રામાકૃષ્ણન અને તેના સહયોગીઓની ધરપકડ કરી હતી. 


કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આ મામલામાં કેસ દાખલ કરાયા બાદ ઈડીએ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને આ મામલામાં તે પણ આરોપ છે કે સંજય પાંડેની કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા સુરક્ષા ઓડિટ કરવાના બદલામાં કરોડો રૂપિયાની રકમ આપવામાં આવી હતી, બાદમાં આ મામલામાં તે પણ આરોપ લાગ્યો કે તેની આડમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓનું ફોન ટેપિંગ કરવામાં આવ્યું હતું. 


આ પણ વાંચોઃ વર્ષ 2021માં 1.5 લાખથી વધુ લોકોએ છોડી દીધી ભારતની નાગરિકતા, સરકારે સંસદમાં આપ્યો જવાબ  


ઈડીએ આ મામલામાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને 30 જૂનને તેમની સેવાનિવૃતિ બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સંજય પાંડે ઈડીની સામે રજૂ પણ થયા અને તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ ત્યારબાદ આ મામલામાં નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ સીએમડી ચિત્રા રામાકૃષ્ણનની ધરપકડ કરી લીધી અને ઈડી તેને પૂછપરછ માટે રિમાન્ડ પર પણ લાવી હતી. ચિત્રા હજુ પણ ઈડીની રિમાન્ડ પર છે, ત્યાં તે 22 જુલાઈ સુધી રિમાન્ડ પર રહેશે. 


ઈડીના સૂત્રો પ્રમાણે આ મામલામાં સંજય પાંડે ઈડીના સવાલોના સંતોષકારક જવાબ આપી રહ્યાં નહોતા. જેના કારણે ઈડીએ લાંબી પૂછપરછ બાદ સાંજે તેની ધરપકડ કરી લીધી છે. સૂત્રો પ્રમાણે સંજય પાંડેને ઈડીની વિશેષ કોર્ટની સામે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રિમાન્ડની માંગ કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે ઈડી ચિત્રા રામાકૃષ્ણન અને સંજય પાંડે બંનેને આમને-સામને બેસાડી પૂછપરછ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube