આતંકવાદીઓને આપતો જહુર અહેમદ આપતો હતો પૈસા, ED એ જપ્ત કરી કરોડોની સંપત્તી
ED એ લશ્કર આતંકવાદી હાફિઝ સઇદ Terror Funding મુદ્દે જહુર અહેમદ વટાલીની 1.73 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી લીધી છે. જહુર અહેમદ વટાલી અને તેના પરિવારનાં નામે 1.48 કરોડ રૂપિયાની સંપત્તિ અને જમ્મુ કાશ્મીર બેંકમાં જમા 25 લાખ રૂપિયા ઇડીએ જપ્ત કરી લીધા છે.
નવી દિલ્હી : ED એ લશ્કર આતંકવાદી હાફિઝ સઇદ Terror Funding મુદ્દે જહુર અહેમદ વટાલીની 1.73 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી લીધી છે. જહુર અહેમદ વટાલી અને તેના પરિવારનાં નામે 1.48 કરોડ રૂપિયાની સંપત્તિ અને જમ્મુ કાશ્મીર બેંકમાં જમા 25 લાખ રૂપિયા ઇડીએ જપ્ત કરી લીધા છે.
જો ઓવૈસી સમાનતા જ ઇચ્છે છે તો કોમન સિવિલ કોડનું સમર્થન કરે: આરિફ મોહમ્મદ ખાન
ED એ NIA ની ચાર્જશીટનાં આધાર લશ્કર આતંકવાદી અને LeT નો વડો હાફિઝ સઇદ, આતંકવાદી યૂસૂફ શાહ, આફતાબ અહેમદ શાહ, અલતાફ અહેમદ શાહ, નઇમ અહેમદ ખાન, ફારુખ અહેમદ ડાર, મોહમ્મદ અહેમદ કાંડે, રાજા મેહરાજુદ્દીન કલાવલ, બશીર અહેમદ ભટ્ટ, જહુર અહેમદ શાહ વટાલી, કામરાન યુસૂફ અને જાવેહ અહેમદ ભટ્ટની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તમિલનાડુ: માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની અટકાયત
જહુર અહેમદ શાહ વટાલી કાશ્મીરમાં અલગતાવાદીઓ માટે પૈસા એકટ્ર કરવાનું કામ કરતો હતો. લશ્કર આતંકવાદી અને LeT વડો હાફિઝ સઇદ કાશ્મીરમાં અલગતવાદીઓની મદદ માટે જહુર અહેમદ શાહ વટાલીને હવાલા દ્વારા પૈસા મોકલતો હતો. પૈસા હાફીઝ સઇદના સંગઠન (FiF) ફલાહ એ ઇન્સાનિયત સંગઠન દ્વારા દુબઇથી આવતા હતા. ક્યારેક પૈસા ભારતમાં પાક. દૂતાવાસમાં રહેલા ISI દ્વારા પણ મોકલવામાં આવતા હતા.
શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...
કર્ણાટક: સ્પીકરનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા 14 બળવાખોર ધારાસભ્યો
હાફિઝ સઇદને મોકલેલા પૈસા દ્વારા કાશ્મીરમાં અલગતાવાદી પાકિસ્તાનનાં ઇશારા પર બંધની જાહેરાતક રવામાં આવતી અને સુરક્ષા દળો પર પથ્થમારા માટે પથ્થર બાજોને તૈયાર કરવામાં આવતા હતા.. આ સાથે જ તૈયાર કરાયેલા લોકો દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરીને સમાચારપત્રોમાં છપાવવાના એજન્ડાનો પણ સમાવેશ થાય છે. ઇરાદો સ્પષ્ટ હતો પાકિસ્તાનથી હાફિઝ સઇદ દ્વારા આવી રહેલા પૈસા દ્વારા કોઇ પણ પ્રકારે કાશ્મીરની સ્થિતી બગાડવી.
ઝેર ઓકતા ફારુક-ઉમર હવે રાજ લૂંટાતુ જોઇ PM પાસે પહોંચ્યા, 35A અંગે કરી ચર્ચા
ED એ અગાઉ કાર્યવાહી કરતા જહુર અહેમદ શાહ વટાલીનું ગુરૂગ્રામમાં 1.03 કરોડનું ઘર એટેચ કર્યું હતું અને જમ્મુકાશ્મીરમાં વટાલી અને પરિવારનાં નામે જમા 6.19 કરોડની સંપત્તી જપ્ત કરી હતી. ઇડી હવે આ મુદ્દે કુલ 8.94 કરોડની સંપત્તી જપ્ત કરી ચુકી છે.