નવી દિલ્હી : વિવાદિત ઇસ્લામ ઉપદેશક જાકિર નાઇકની વિરુદ્ધ એજન્સીઓએ સકંજો કસવાનો ચાલુ કરી દીધો છે. પ્રવર્તન નિર્દેશાલયે મની લોન્ડ્રિંગ એખ્ટ હેઠળ જાકીર નાઇકની 16.40 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી લીધી છે. શનિવારે પ્રવર્તન નિર્દેશાલયે આ વાતની માહિતી આપી હતી. ઇડીની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તેણે મુંબઇ અને પુણેમાં આવેલ નાઇકનાં પરિવારનાં સભ્યોનાં નામે રજિસ્ટર્ડ સંપત્તીઓ જપ્ત કરવા માટે પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યું કર્યા છે. એજન્સી અનુસાર નાઇકની વિરુદ્ધ પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇડીના અનુસાર જાકીરની જે સંપત્તીઓ જપ્ત કરવામાં આવી છે, તેની સરેરાશ કિંમત 16.40 કરોડ રૂપિયા છે. ઇડીએ આ સંપત્તીઓની ઓખળ મુંબઇ ખાતેના ફાતિમાં હાઇટ્સ અને સોફિયા હાઇટ્સ તરીકે કરી છે. તે ઉપરાંત મુંબઇના ભાંડુક એરિયામાં એક બેનામી સંપત્તી મળી છે. પુણેમાં એન્ગ્રેસિયા નામથી એક પ્રોજેક્ટને પણ જપ્ત કરવામાં આવ્યો છે. 

ઇડીના અનુસાર નાઇકે મની લોન્ડ્રિંગથી પ્રાપ્ત પૈસા છુપાવવા માટે સંપત્તીઓ ખરીદી હતી પરંતુ પોતાના નામે નહોતી કરી. તેણે શરૂઆતી પેમેન્ટ પોતાનાં નામે કર્યું અને ત્યાર બાદ ફંડને પોતાની પત્ની, પુત્ર અને ભત્રીજાનાં નામે ટ્રાન્સફર કરી દીધી. ત્યાર બાદ બુકિંગ પરિવારનાં નામથી કરવામાં આવ્યું જેથી બિનકાયદેસર નાણાને છુપાવવામાં આવી શકે. 

એજન્સીઓએ જણાવ્યું કે, તપાસમાં જાકિર નાઇકની મની લોન્ડ્રિંગની સંપુર્ણ હિસ્ટ્રી અંગે માહિતી મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની તરફથી નાઇકની વિરુદ્ધ બિનકાયદેસર ગતિવિધિઓનો કેસ પણ દાખલ કરવામાં આવ્યા બાદ ઇડીએ ડિસેમ્બર, 2016માં તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.