National Herald Case: ED એ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી અને કોલકાતામાં 12 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીએ દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડની ઓફિસમાં પણ રેડ મારી છે. કહવાય છે કે ઈડીએ હેરાલ્ડ હાઉસના ચોથા માળે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. અહીં નેશનલ હેરાલ્ડની પબ્લિકેશન ઓફિસ છે. ઈડી સવારે 10 વાગે હેરાલ્ડ હાઉસમાં દાખલ થઈ હતી. 


ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં હાલમાં જ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધીની પણ આ મામલે અગાઉ પૂછપરછ થઈ ચૂકી છે. બીજી બાજુ કોંગ્રેસે દેશભરમાં ઈડીની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube