નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરનાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની અને યાસીન મલિક પર પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા શુક્રવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ ગિલાને 14.40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઇડીના સુત્રો અનુસાર ગિલાની પર આ કાર્યવાહી મની લોન્ડ્રિંગનાં આરોપો હેઠળ કરવામાં આવી છે. ઇડીનાં સુત્રો અનુસાર ગિલાની પર આ કાર્યવાહી મની લોન્ડ્રિંગના આરોપમાં કરવામાં આવી છે. તેમના પર બિનકાયદેસર રીતે 10 હજાર અમેરિકી ડોલર (આશરે 6.90 લાખ રૂપિયા) રાખવાનો આરોપ છે. ઇડીની તરફથી ગિલાનીની પાસે 6.90 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ ઇડીના સુત્રોના હવાલાથી આવી રહેલા સમાચાર અનુસાર આ પ્રકારની જ કાર્યવાહી યાસીન મલિક પર પણ કરવામાં આવી છે. અલગતાવાદી નેતા અને જેકેએલએફનાં પૂર્વ ચેરમેન યાસીન મલિક પાસેથી પણ મોટા પ્રમાણમાં વિદેશી હુંડીયામણ મળી આવી છે. યાસીન મલિકની વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. જો કે ટુંક જ સમયમાં તેના પર પણ કાયદાનો સકંજો કસાશે. તેના પર પણ મોટા દંડની તલવાર તોળાઇ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનું ખાઇને ભારતનું જ ખોદતા જમ્મુ અને કાશ્મીરમાં રહેલા અલગતાવાદી નેતાઓ પર કડક કાર્યવાહી કરવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનાં અલગતાવાદી નેતાઓ ચોડેધાડે ભારત વિરોધી પ્રવૃતીઓ કરતા રહે છે. તેમના પર યુવાનોને ભડકાવવાથી માંડીને પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાના અનેક વખત આરોપો લાગી ચુક્યા છે. જો કે તેમના પર કાર્યવાહી નહીવત્ત થાય છે અથવા તો કાર્યવાહી થતી લાગે તો તેઓ કાશ્મીરને અશાંત કરી દેતા હોય છે.