શુક્રવારે ઇડીએ એમનેસ્ટી ઇન્ડીયા અને તેના પૂર્વ પ્રમુખ આકાર પટેલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ એમનેસ્ટી ઇન્ડીયા પર ક્રમશ: 51.72 કરોડ રૂપિયા અને કંપનીના પ્રમુખ આકાર પટેલ પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઇડીએ ફેમા અંતગર્ત આ દંડ કંપનીને અને તેના પર પ્રમુખ પર લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજન્સીના અનુસાર તેને બંને વિરૂદ્ધ કાર્યવાહી તે જાણકારીના આધારે કરી છે, જેના અનુસાર એમનેસ્ટી ઇન્ટરનેશનલ યૂકેએ પોતાની ભારતીય એકમ દ્રારા વિદેશોમાંથી જમા કરવામાં આવેલી મોટી રકમ બહાર મોકલવામાં આવી હતી. ભારતીય એકમ એક નોન એફસીઆરએ કંપની છે. ઇડીએ જણાવ્યું કે પેનલ્ટી અંતગર્ત નોટીસ મોકલવામાં આવી છે, કારણ કે લેવામાં આવેલી રકમ વિદેશી લેણદેણ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન કરે છે.  


ઇડીએ એઆઇઆઇપીએલ અને તેના સીઇઓ આકાર પટેલને ફેમાની જોગવાઇનું ઉલ્લંઘન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. ફેડ્રલ એજન્સીએ જણાવ્યું કે તેણે આ સૂચનાના આધારે પર બંને વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી ચે કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ યૂકે વિદેશી યોગદાનથી બચવા માટે એફડીઆઇ માર્ગનું અનુસરણ કરતા6 પોતાની ભારતીય સંસ્થાઓ (ગેર-એફસીઆરએ કંપનીઓ)ના માધ્યમથી વિદેશી યોગદાનની મોટી રકમ મોકલી રહ્યા છે. 


આ ગૃહ મંત્રાલયના એફસીઆરએ હેઠળ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એઆઇઆઇએફટી) અને અન્ય ટ્રસ્ટોને પૂર્વ પંજીકરણ અથવા અનુમતિથી મનાઇ કરવા છતાં કરવામાં આવ્યું હતું. ઇડીએ કહ્યું દંડની કારણદર્શક નોટીસ જાહેર કરવામાં આવી હતી કારણ કે ધનને ફેમાની જોગવાઇઓના રૂપમાં લેવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube