નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીની રૂ.14,500 કરોડના સાંડેસરા બેન્ક કૌભાંડમાં પુછપરછ કરી છે. 9 કલાક સુધી ચાલેલી પુછપરછમાં સાંડેસરા ગ્રૂપ સાથેના સંબંધો અંગે ઈડીના અધિકારીઓએ સવાલો પુછ્યા હતા. સાંડેસરા ગ્રુપના માલિક નિતિન અને ચેતન સાંડેસરા અહેમદ પટેલના અત્યંત નજીકના કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંડેસરા ભાઈઓ પર આરોપ છે કે, તેમણે અહેમદ પટેલના કહેવાથી દિલ્હીના વસંત વિહારમાં એક ઘર ખરીદ્યું હતું. તેને રિનોવેટ કરીને અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીને રહેવા માટે આપ્યું હતું. આરોપ છે કે આ ઘર બેન્ક કૌભાંડના નાણાથી ખરીદાયું હતું. 


શું તમે દુનિયાની સૌથી મોંઘી ચા અને તેની કિંમત વિશે જાણો છો? કરો ક્લિક.....


સાંડેસરા ગ્રુપ પર બેન્કો સાથે રૂ.14,500 કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. આ અગાઉ સીબીઆઈએ રૂ.5000 કરોડની છેતરપીંડીનો પણ કેસ દાખલ કર્યો હતો. ત્યાર પછી ઈડીએ મનો લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. 


ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, સાંડેસરા ગ્રુપે ભારતીય બેન્કોની ઓવરસીઝ બ્રાન્ચોમાંથી પણ લગભગ રૂ.9000 કરોડની લોન લીધી છે. લોન લીધા પછી આ પૈસા નકલી કંપનીઓ દ્વારા જુદા-જુદા દેશોમાં મોકલવામાં આવ્યા અને ત્યાર પછી તેને નાઈજીરિયામાં ટ્રાન્સફર કરાયા હતા. તાજેતરમાં જ ઈડીએ કાર્યવાહી કરતા સાંડેસરા ગ્રુપની વિદેશોમાં 9778 કરોડની સંપત્તી ટાંચમાં લીધી હતી. જેમાં નાઈજીરિયામાં ઓઈલ ફીલ્ડ, વિમાન, જહાજ અને લંડનમાં એક ઘરનો સમાવેશ થાય છે. 


જૂઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....