નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની શુક્રવારે ઈડીએ આશરે 6 કલાક પૂછપરછ કરી હતી. ઈડીએ ચિદમ્બરમની એર ઈન્ડિયા વિમાન ખરીદી સોદાને લઈને પૂછપરછ કરી હતી. આ પહેલા ઈડીએ  પી ચિદમ્બરમને એર ઈન્ડિયાના 111 વિમાનની ખરીદીના સંબંધમાં 23 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તેમની 20 ઓગસ્ટે આઈએનએક્સ મીડિયા મામલામાં સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિહાડ જેલમાંથી છૂટ્યા બાદ  પી ચિદમ્બરમની પ્રથમ વખત પૂછપરછ થઈ છે.  પી ચિદમ્બરમ તિહાડ જેલમાંથી એક મહિના પહેલા છૂટ્યા હતા. તેમને INX મીડિયા મામલામાં જામીન મળ્યા હતા. 


શું છે આરોપ
સૂત્રોનો દાવો છે કે મામલાની તપાસ કરવા સમયે, તે જાણવા મળ્યું હતું કે ખરીદીની ફાઇલને ચિદમ્બરમ પાસેથી મંજૂરી મળી અને તપાસકારો માટે ડીલના સંબંધમાં તેમની પૂછપરછ કરવી જરૂરી થઈ ગઈ હતી. એરબસથી 43 વિમાન ખરીદવાના કરાર 2009માં ચિદમ્બરમની આગેવાનીમાં મંત્રીઓની એક પેનલે નક્કી કર્યો હતો. આ ડીલને લઈને ઈડી પૂર્વ ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલની પણ ત્રણ વખત પૂછપરછ કરી ચુક્યું છે. 


ગણતંત્ર દિવસની પરેડ માટે 22 ઝાંખીઓની પસંદગી, મહારાષ્ટ્ર, બંગાળ બહાર, ગુજરાતને મળી તક


ઈડી અનુસાર, જ્યારે એયરબસથી 43 વિમાન ખરીદવાના પ્રસ્તાવ કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી (CCS)ને મોકલવામાં આવ્યો, ત્યારે એક શરત હતી કે વિમાન નિર્માતાએ તાલિમ સુવિધાઓ અને MRO (જાળવણી, સમારકામ અને મરામત) કેન્દ્રએ નિર્માણ કરવાનું રહેશે. તેની કિંમત 175 મિલિયન અમેરિકન ડોલર હશે. પરંતુ બાદમાં જ્યારે વિમાન ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો તો આ ક્લોઝને હટાવી લેવામાં આવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર