Teacher recruitment scam in West Bengal: પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારના શિક્ષણ ભરતી કૌભાંડમાં રાજ્યના મંત્રી પાર્થ ચેટર્જીના એક નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના સ્થાનો પર દરોડા પાડી 20 કરોડ રૂપિયાની રોડક જપ્ત કરી છે. ઇડીને આ રકમના એસએસસી કૌભાંડ સાથે જોડાયેલી હોવાની આશંકા છે. દરોડા દરમિયાન 500 અને બે હજારની નોટના ઢગલા થઈ ગયા અને નોટ ગણવા માટે મશિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ ટીમે બેંક અધિકારીઓની મદદ પણ લીધી જેથી રકમની યોગ્ય ગણતરી કરવામાં આવી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળના 2 મંત્રીઓને ત્યાં દરોડા
ઈડીએ કહ્યું કે, અર્પિતા મુખર્જીની જગ્યા પરથી 20 થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેનો ઉદેશ્ય અને ઉપોયગ વિશે જાણકારી મેળવામાં આવી રહી છે. નિવદેનમાં કહ્યું કે ઇડીએ ચેટર્જી ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓની એક ટીમે શિક્ષક ભરતી કૌભાંડની તપાસ મામલે શુક્રવારના પશ્ચિમ બંગાળના બે મંત્રીઓ પાર્થ ચેટર્જી અને પરેશ અધિકારીના ઘરો પર દરોડા પાડ્યા હતા.


હરિદ્વારમાં ગૂંજ્યો 'હર હર મહાદેવ'નો નાદ, લાખો કાવડયાત્રી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા


એજન્સીના એક સૂત્રએ જણાવ્યું કે, ઇડીના ઓછામાં ઓછા સાતથી આઠ અધિકારી લગભગ સવારે આઠ વાગે ચટર્જીના આવાસ નકતલા પહોંચ્યા અને બપોર 11 વાગ્યા સુધી દરોડા ચાલ્યા. આ દરમિયાન સીઆરપીએફના કર્મચારી બહાર તૈનાત રહ્યા. સૂત્રોએ જણાવ્યું કે એજન્સીના અધિકારીઓની અન્ય એક ટીમ કૂચબિહાર જિલ્લાના મેખલીગંજમાં અધિકારીના ઘરે પહોંચી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી.


હવે આ એપ પર ઓનલાઈન નહીં મંગાવી શકો ડોમિનોઝ પિઝા? કંપની લઇ શકે છે આ નિર્ણય


શિક્ષક ભરતીમાં થયું મોટું કૌભાંડ
ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શહેરના જાદવપુર વિસ્તારમાં સ્થિત પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના પૂર્વ અધ્યક્ષ માણિક ભટાચાર્યના આવાસ પર પણ દરોડા પાડ્યા. સીબીઆઇ હાઈ કોર્ટના આદેશ પર પશ્ચિમ બંગાળ શાળા સેવા પંચની ભલામણો પર સરકાર તરફથી પ્રાયોજિત તેમજ સહાયતા પ્રાપ્ત સ્કૂલોના ગ્રુપ 'સી' અને 'ડી' સ્ટાફ અને શિક્ષકોની ભરતીમાં અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.


આ ફિલ્મની રીલિઝ પહેલા એક્ટરનું થયું નિધન, જીત્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ


ત્યારે ઇડી આ મામલે સંબંધિત કથિક મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે. હજુ ઉદ્યોગ તેમજ વાણિજ્ય મંત્રી પદ પર કાબિઝ ચેટર્જી તે સમય શિક્ષણ મંત્રી હતા, જ્યારે આ કથિક કૌભાંડ થયું હતું. સીબીઆઇ બે વખત તેમની પૂછપરછ કરી ચૂકી છે. પહેલી વખત પૂછપરછ 25 એપ્રિલ, જ્યારે બીજી વખત 18 મેના કરવામાં આવી હતી. સીબીઆઇ પશ્ચિમ બંગાળના શિક્ષણ રાજ્ય મંત્રી અધિકારીની પણ પૂછપરછ કરી ચૂકી છે. આ ઉપરાંત તેમની પૂત્રી સ્કૂલ શિક્ષકની તેમની નોકરી ગુમાવી ચૂકી છે. અધિકારીએ કહ્યું કે, તે ફોન પર તેના પરિવાર સાથે વાત કરી શકતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube