વીવોએ ટેક્સથી બચવા માટે ચીન મોકલ્યા 62,476 કરોડ રૂપિયા, ઈડીનો ચોંકાવનારો ખુલાસો
કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ભારતમાં ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે Vivo ઇન્ડિયાએ તેની આવકનો મોટો હિસ્સો માત્ર ચીનને જ નહીં પરંતુ કેટલાક અન્ય દેશોને પણ મોકલ્યો છે.
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વીવો મોબાઇલ બનાવનારી કંપની અને તેની સાથે જોડાયેલી 23 કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 465 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય 73 લાખ રૂપિયા રોકડા અને 2 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. ઈડીએ આ દરોડા 3 જુલાઈએ વીવો મોબાઇલ અને તેની સાથે જોડાયેલી કંપનીઓના 48 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કંપની અને તેના કર્મચારીઓએ તપાસ રોકવાનો પ્રયાસ કર્યો. જેમાં ચીનના નાગરિક પણ સામેલ છે. કેટલાકે તો ડિજિટલ ડિવાઇસને છુપાવવાનો પ્રયાસ કર્યો જેથી પૂરાવા ન ભેગા કરી શકાય અને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો.
મની લોન્ડ્રિંગનો કેસ દાખલ
એજન્સીએ ફેબ્રુઆરી 2022માં દિલ્હી પોલીસમાં દાખલ એક મામલાના આધાર પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસને MCA એટલે કે Ministry of Corporate Affairs ને એક ફરિયાદ આપી હતી કે M/s Grand Prospect International Communication Pvt Ltd ના શેર હોલ્ડરે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી કંપનીને ખોટા સરનામા પર રજીસ્ટ્રેટ કરાવી છે. આ M/s GPICPL કંપની 3 ડિસેમ્બર 2014ના સોલન, ગાંધી નગર અને જમ્મુમાં રજીસ્ટર્ડ થઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે જે સરનામા આપવામાં આવ્યા હતા તે સરકારી ઇમારત અને સરકારી અધિકારીના ઘરના સરનામા હતા.
આ પણ વાંચોઃ ભૂલો સુધારી શકાય છે', મમતાએ મહુઆ મોઇત્રાને માફી માંગવાની સલાહ આપી!
આ રીતે બનાવી કંપનીઓ
ત્યારબાદ ઈડીએ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે 1 ઓગસ્ટ 2014ના જ્યારે ભારતમાં વીવો મોબાઇલ જે હોંગકોંગની કંપની Multy Accord Ltd ની સબ્સિડરી છે, રજીસ્ટર્ડ થઈ હતી અને તેના કેટલાક મહિના બાદ એટલે કે ડિસેમ્બર 2014માં M/s GPICPL રજીસ્ટર્ડ થઈ, જે નકલી સરનામા પર હતી. આ કંપનીને ચીનના ત્રણ નાગરિક Bin Lou, Zhengshen Ou અને Zhang Jie એ ભારતીય સીએ નિતિન ગર્ગની મદદથી બનાવ્યો હતો. તપાસમાં આગળ જાણવા મળ્યું કે માસ્ટરમાઇન્ડ Bin Lou પહેલા વીવોમાં ડાયરેક્ટર હતા અને તેણે દેશમાં વીવો દાખલ થતા સમયે 18 કંપની બનાવી હતી અને આ સિવાય Zhixin Wei નામના ચીની નાગરિકે ચાર કંપની બનાવી. આ બધી કંપનીઓ વર્ષ 2014-2015 દરમિયાન બનાવવામાં આવી હતી.
કંપનીએ કર્યા પૈસા ટ્રાન્સફર
એજન્સીની તપાસમાં આગળ જાણવા મળ્યું કે આ કંપનીઓએ મોટી રકમ વીવો ઈન્ડિયાને ટ્રાન્સફર કરી અને આ સિવાય ભારતમાં મોબાઇલ સેલથી જે 1,25,185 કરોડ રૂપિયા કમાયા હતા, જેમાંથી 62,476 કરોડ દેશની બહાર ચીન મોકલી દેવામાં આવ્યા, જે રકમ બહાર મોકલવામાં આવી તેને ખોટમાં દર્શાવવામાં આવી જેથી ટેક્સ આપવાથી બચી શકાય. ઈડીનું કહેવું છે કે આ મામલા સાથે જોડાયેલો મુખ્ય આરોપી Bin Lou 26 એપ્રિલ 2018થી દેશમાંથી ફરાર થઈ ગયો હતો અને બીજો આરોપી Zhengshen Ou અને Zhang Jie વર્ષ 2021માં કેસ દાખલ થવાની માહિતી મળતા ફરાર થઈ ગયા છે.
આ પણ વાંચોઃ કોણ છે મા કાળી? શું ખરેખર તેમને ચઢે છે માંસ-માછલી-દારૂનો ભોગ? જાણો રોચક વાતો
આ મામલાને લઈને ભારતમાં ચીનના દૂતાવાસે ઈડીની આ કાર્યવાહી પર વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે ચીની કંપનીને વિદેશમાં કારોબારના સમયે ત્યાંના કાયદાનું પાલન કરવાની ચેતવણી આપવામાં આવે છે, પરંતુ જે રીતે એજન્સીએ ચીની કંપની પર સતત દરોડા પાડી રહી છે, તે બિઝનેસ માટે યોગ્ય નથી અને સાથે ભારતમાં વ્યાપાર કરવાની તક પણ ખરાબ કરે છે, પરંતુ ઈડીએ કહ્યું કે કાર્યવાહી નક્કી નિયમ પ્રમાણે કરવામાં આવી અને કાયદાનું પાલન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube