કોલકાતા : પ્રવર્તન નિર્દેશાલય (ED) એ FEMA હેઠળઅત્યાર સુધીની સૌથી  મોટી કારણ દર્શક (Show Cause) નોટિસ મોકલી છે. ઇડીએ 7220 કરોડ ની નોટિસ કોલકાતનાં શ્રી ગણેશ જ્વેલરી હાઉસ અને ડાયરેક્ટર ઉમેશ પારેખ, નિલેશ પારેખ અને કમલેશ પારેખને મોકલી છે. આ ત્રણેય પર આરોપ છે કે, RBI નાં દિશા નિર્દેશનું ઉલ્લંઘન કરીને વિદેશી મુદ્રાનો વ્યવહાર કર્યો. બહારનાં દેશોમાં વ્યવહાર કર્યો અને 7220 કરોડ રૂપિયાનાં એક્સપોર્ટનાં નામે વિદેશ મોકલવામાં આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vistara ની નવી ઓફર, યાત્રીઓ સોશિયલ ડિસ્ટન્સ માટે બુક કરી શકશે બે સીટ

ઇડી અનુસાર ત્રણેય ભાઇ આદતવશ આર્થિક ગુનેગાર છે. તેમની વિરુદ્ધ પહેલાથી જ CBI, ED અને DRI દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. CBI અને ED નાં ત્રણેય ભાઇઓની વિરુદ્ધ અગાઉ 25 બેંકોમાંથી આશરે 2672 કરોડ રૂપિયાના ગોટાળાનો કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇએ 2018 માં નિલેશ પારેખની ધરપકડ પણ કરી હતી. જ્યારે તે દુબઇથી પરત આવ્યો હતો. જો કે બંન્ને ભાઇ ઉમેશ અને કમલેશ પારેખ હજી પણ ફરાર છે. 


જમ્મુ કાશ્મીર: PAK અધિકારીઓના સંપર્કમાં હતા DSP દેવેન્દ્રસિંહ, NIA દાખલ કરી ચાર્જશીટ

આરોપ છે કે ત્રણેય ભાઇઓ પહેલા સોનાનું આયાત કરવાનાં નામે બેંકો પાસેથી લોન અને ત્યાર બાદ જ્વેલરી બનાવીને નિકા કરવાનાં નામે બીજી બેંકો પાસેથી લોન લેતા હતા. બેંકો પાસેથી લોન લીધા બાદ દેશની બહાર હોંગકોંગ, સિંગાપુર અને દુબઇમાં મોકલી દિધા. ઇડીએ આ મુદ્દે કાર્યવાહી કરતા તેની 175 કરોડ રૂપિયાની સંપત્તી એટેચ કરી હતી. 


દેશનાં ઇતિહાસમાં પહેલીવાર બદલાઇ જશે સંસદની તસ્વીર, ચાલી રહી છે તડામાર તૈયારી

ઇડીની તપાસ અનુસાર શ્રી ગણેશ જ્વેલરી હાઉસે વિદેશમાં A1 Marhaba Trading FZC, સ્પાર્ક જ્વેલરી, UAE અને આસ્થા જ્વેલરી ખોલી અને બેંકો પાસેથી એક્સપોર્ટના નામે લોન લીધી હતી. આ પૈસા આ કંપનીઓનાં નામે વિદેશમાં મોકલવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube