નવી દિલ્હીઃ એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવ્યા છે. ઈડીની ટીમ 18 ઓક્ટોબરના રોજ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલની મુંબઈ ઓફિસમાં પુછપરછ કરશે. પ્રફુલ્લ પટેલની અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગી ઈક્બાલ મિરચીની પત્ની સાથે સંપત્તિના સોદા અંગે પુછપરછ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પ્રફુલ્લ પટેલે મંગળવારે એક પત્રકાર પરિષદમાં તમામ દાવાઓ ફગાવી દેતા જણાવ્યું કે, તેમને સીજે બિલ્ડિંગ દ્વારા ઈક્બાલ મિર્ચી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી. દાઉદ ઈબ્રાહિમના સાથીદાર ઈક્બાલ મિરચી સાથેના તેમના સંબંધો અંગે જે અફવા ઉડી છે તે તદ્દન ખોટી છે. 


એરબસ ફ્લાઈટમાં 'ટેક્સીબોટ'નો ઉપયોગ કરનારી વિશ્વની પ્રથમ એરલાઈન્સ બની એર ઈન્ડિયા


એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે તેમના અને ઈક્બાલ મિર્ચીની પત્ની હાઝરા ઈક્બાલ વચ્ચે થયેલા કરારના દસ્તાવેજો રજુ કરતા જણાવ્યું કે, તેમના વચ્ચે જે કોઈ કરાર પર હસ્તાક્ષર થયા હતા તે કોર્ટના આદેશ પર થયા હતા અને તેમાં કોઈ પણ પ્રકારનો નાણાકિય વ્યવહાર કરાયો ન હતો. 


ઈડીના અધિકારીઓ અનુસાર પ્રફુલ્લ પટેલની મિલેનિયમ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ 2006-07માં સીજે હાઉસ નામની એક બિલ્ડિંગ બનાવી હતી. તેનો ત્રીજો અને ચોથો માળ ઈક્લાબ મીર્ચીની પત્ની હાઝરા ઈક્બાલને નામે ટ્રાન્સફર કરાયો હતો. એવું કહેવાય છે કે, આ જમીનનો માલિક ઈક્બાલ મીરચી પોતે હતો. 


અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત


જેની સામે પ્રફુલ્લ પટેલનો દાવો છે કે આ જમીની કે જ્યાં સીજે હાઉસ બનેલું છે તેની ખરીદી ગ્વાલિયરના શાહી પરિવારના 65 લોકો દ્વારા 1963માં કરાઈ હતી. આ 65માંથી 25 લોકો પટેલ પરિવારના હતા. આ જમીન પર 1970માં શ્રીનિકેતન નામની એક બિલ્ડિંગ બનાવાઈ હતી અને 1974માં તેની માલિકી પટેલ પરિવારના 21 સભ્યો વચ્ચે વહેંચવામાં આવી હતી. તેમના પિતાના મૃત્યુ પછી આ સંપત્તિનો વિવાદ બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....