Sanjay Raut News: ઈડીએ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને મોકલ્યું સમન્સ, પૂછપરછ માટે બોલાવ્યા
Patra Chawl Land Case: કેન્દ્રીય એજન્સી ઈડીએ પાત્રા ચાલ મામલામાં ધરપકડ કરાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની પત્નીને પણ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
મુંબઈઃ કેન્દ્રીય એજન્સી ઈડીએ પાત્રા ચાલ (Chawl Land Case) મામલામાં ધરપકડ કરાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ તેમને શુક્રવારે સવારે 11 કલાકે પૂછપરછ માટે બોલાવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે જણાવ્યું કે વર્ષા રાઉતના ખાતામાં વહીવટ બાદ સમન્સ પાઠવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ઈડીએ ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ અને તેમની પત્નીની સંપત્તિ સાથે જોડાયેલ નાણાકીય લેતીદેતીના સંબંધમાં રાઉતની રવિવારે ધરપકડ કરી હતી. આજે સંજય રાઉતને મુંબઈની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
8 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે સંજય રાઉત
જ્યાં કોર્ટે સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટને આપવામાં આવેલી કસ્ટડીનો સમયગાળો 8 ઓગસ્ટ સુધી વધારી દીધો છે. કોર્ટે કસ્ટડીનો સમયગાળો વધારતા કહ્યું કે ઈડીએ તપાસમાં ખુબ પ્રગતિ કરી છે. સુનાવણી દરમિયાન જ્યારે કોર્ટે રાઉતને પૂછ્યું કે શું તેને ઈડી વિરુદ્ધ કોઈ ફરિયાદ છે તો તેમણે કહ્યું કે એવું કંઈ ખાસ નથી. પરંતુ તેમણે કહ્યું તેમને જે રૂમમાં રાખવામાં આવ્યા, તેમાં કોઈ બારી અને વેન્ટિલેશન નથી. કોર્ટે તેના પર ઈડી પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું.
આ પણ વાંચોઃ Video: જે કરવું હોય તે કરી લો, હું પ્રધાનમંત્રીથી ડરતો નથી- રાહુલ ગાંધી
ઈડી તરફથી રજૂ થયેલા વકીલે કહ્યુ કે રાઉતને એસી રૂમમાં રાખવામાં આવ્યા હતા અને તેથી ક્યાં કોઈ બારી નહોતી. રાઉતે બાદમાં કહ્યુ કે, હાં ત્યાં એવીની વ્યવસ્થા છે, પરંતુ તે સ્વાસ્થ્યની સ્થિતિને કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી.
કોર્ટના નિર્ણય બાદ વર્ષા રાઉતને ઈડીએ સમન્સ પાઠવ્યું છે. ઈડીએ આ પહેલા કોર્ટને જણાવ્યું હતું કે શિવસેના સાંસદ અને તેમના પરિવારને મુંબઈમાં એક ચાલના પુનર્વિકાસ પરિયોજનામાં કથિત અનિયમિતતાઓથી હાસિલ એક કરોડ રૂપિયા 'ગુનાથી આવક'ના રૂપમાં પ્રાપ્ત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube