Ganesh Chaturthi 2021: ધન-સંપત્તિ, યશ-પ્રગતિ માટે આગામી 10 દિવસ અજમાવો આ એક ઉપાય. ભાગ્ય ચમકી જશે
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના થાય છે અને 10 દિવસ સુધી તેઓ પોતાના ભક્તો સાથે રહ્યા બાદ અનંત ચૌદશના દિવસે વિદાય લે છે. ધર્મ-પુરાણોની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ આ 10 દિવસનું ખુબ મહત્વ છે.
નવી દિલ્હી: ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના થાય છે અને 10 દિવસ સુધી તેઓ પોતાના ભક્તો સાથે રહ્યા બાદ અનંત ચૌદશના દિવસે વિદાય લે છે. ધર્મ-પુરાણોની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ આ 10 દિવસનું ખુબ મહત્વ છે. આ દરમિયાન જો કેટલાક ઉપાયો અજમાવવામાં આવે તો વ્યક્તિને દરેક પ્રકારના સંકટમાંથી મુક્તિ મળી શકે છે.
ગણેશોત્સવમાં આ ઉપાય અજમાવો
સંકટોથી બચવાના ઉપાય- જો વારંવાર ઘર-વેપાર પર સંકટ આવતા હોય તો ગણેશોત્સવ દરમિયાન ઘરમાં ગણેશયંત્રની સ્થાપના કરો. જે તમને ખરાબ શક્તિઓથી બચાવશે.
કરિયરમાં સમસ્યાઓથી બચવાના ઉપાય- જો પ્રગતિમાં વારંવાર વિધ્નો આવતા હોય તો ગણેશ ચતુર્થી કે ગણેશોત્સવના પૂરા 10 દિવસ સુધી હાથીને ચારો ખવડાવો. આ સાથે જ ગણેશ મંદિરમાં જઈને ભગવાનને તમારે મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. થોડા દિવસોમાં ફરક જોવા મળશે.
ધન વૃદ્ધિ માટે ઉપાય- 10 દિવસ સુધી રોજ સવારે જલદી સ્નાન કરીને ગણપતિને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ ધરાવો. ત્યારબાદ આ ભોગ ગાયને ખવડાવો. તેનાથી તમારી જલદી આર્થિક સ્થિતિ સારી થશે.
પ્રમોશન મેળવવા માટેના ઉપાય- ગણેશ ચતુર્થી પર તમારા ઘરમાં પીળા રંગની ગણેશ પ્રતિમા સ્થાપિત કરીને પૂજા કરો. પૂજામાં હળદરના 5 ગાંગડા અર્પણ કરો. આ દરમિયાન श्री गणाधिपतये नम: મંત્રનું ઉચ્ચારણ કરો. ત્યારબાદ 108 દુર્વા પર ભીની હળદર લગાવીને श्री गजवकत्रम नमो नम: નો જાપ કરીને તેને ગણપતિને અર્પણ કરો. આવું 10 દિવસ સુધી કરવાથી પ્રમોશન મળે છે.
પુત્રીના વિવાહ માટે ઉપાય- પુત્રીના વિવાહમાં મોડું થતું હોય તો ગણેશ ચતુર્થી પર ભગવાન પાસે પુત્રીના વિવાહ જલદી કરાવવાની પ્રાર્થના કરતા માલપુઆનો ભોગ ધરાવો. શક્ય હોય તો વ્રત પણ કરો.
પુત્રના વિવાહ માટે ઉપાય- પુત્રના વિવાહમાં વિલંબ થતો હોય તો ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો અને જલદી વિવાહ માટે પ્રાર્થના કરો. તેનાથી પુત્રના વિવાહ જલદી થઈ શકશે.
(ખાસ નોંધ- આ લેખમાં અપાયેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube