નવી દિલ્હી: દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોના વાયરસ (Coronavirus)ની આગામી લહેર પર નિયંત્રણ મેળવવામાં ભરપૂર પ્રયત્નો શરૂ થઇ ગયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઇટ કરફ્યૂ લગાવવામાં આવશે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઇ વિમાન અને રેલ સેવા રોકવા પર વિચાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કેસને જોતાં હરિયાણામાં 30 નવેમ્બર સુધી તમામ સ્કૂલ-કોલેજો  બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોને પણ સ્કૂલ જવા પર પ્રતિબંધ રહેશે. મુંબઇમાં બીએમસીએ પણ 31 ડિસેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 


દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી થઇ ગઇ હોય પરંતુ રાજધાની દિલ્હીમાં રફ્તાર બેકાબૂ બની ગઇ છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોનો આંકડો 90 લાખને પાર થઇ ચૂક્યો છે. ગુરૂવારે ભારતમાં કોરોનાના 45 હજાર 882 કેસ સામે આવ્યા. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 90 લાખ 4 હજાર 365 થઇ ગઇ. જ્યારે ગુરૂવારે કોરોનાથી 584 લોકોના મોત થઇ ગયા. 


તમને જણાવી દઇએ કે કોરોના વાયરસથી મોતને ભેટનાર લોકોની સંખ્યા 1 લાખ 32 હજાર 162 થઇ ચૂકી છે અને એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 43 હજાર 794 થઇ ગઇ છે. દેશમાં કોરોનાથી 84 લાખ 28 હજાર 409 લોકો સાજા થઇ ચૂક્યા છે. 


ICMR ના અનુસાર ભારતમાં અત્યાર સુધી 12,95,91,786 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ફક્ત ગુરૂવારે જ 10 લાખ 83 હજાર 397 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોરોનાને લઇને દિલ્હીનું ચિત્ર એકદમ અલગ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં શુક્રવારે આવેલા આંકડામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. 


દિલ્હીમાં શુક્રવારે 6 હજાર 608 નવા કેસ સામે આવ્યા. જેથી કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 5 લાખ 17 હજાર 238 થઇ ચૂકી છે. ગત 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 118 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 8 હજાર 159 લોકોના મોત થયા છે.  


જોકે દિલ્હીમાં ગત 24 કલાકમાં 8 હજાર 775 લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. જેથી સાજા થનારાઓનો કુલ આંકડો 4 લાખ 68 હજાર 143 પહોંચી ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના 40 હજાર 935 એક્ટિક કેસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube