નવી દિલ્હી: દેશભરમાં આજે ઈદ ઉલ ફિતરનો તહેવાર ઉજવવામાં આવશે. જામા મસ્જિદના શાહી ઈમામ ઈમામ બુખારીએ શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી. ઈમામની જાહેરાત બાદ દેશભરમાં આનંદ છવાઈ ગયો અને બજારમાં રોનક જોવા મળી. ચાંદના દિદારના એલાન સાથે જ બુખારીએ કહ્યું કે ઈદ ઉલ ફિતરના પાક અવસરે તમામ દેશવાસીઓને મુબારકબાદ પાઠવું છું. ઈદની ખુશીઓ સાથે જ રમજાનનો મુકદદસ મહિનો પૂરો થયો છે. દેશભરમાં નમાજી ઈદની નમાજ અદા કરે છે. દિલ્હી, ભોપાલ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઈદની નમાજ પઢીને લોકો ગળે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આ દિવસ સમાજમાં એક્તા અને શાંતિ લઈને આવે.



રાષ્ટ્રપતિ કોવિંદે પણ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઈદ ઉલ ફિતરની પૂર્વ સંધ્યા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. અને સમાજમાં ભાઈચારા અને આપસી સમજ વધારવાની કામના કરી. રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના સંદેશમાં કહ્યું કે ઈદ ઉલ ફિતરના પાક અવસરે તમામ નાગરિકોને ખાસ કરીને દેશ અને વિદેશમાં રહેતા આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. રોજેદારોની ઈબાદત બાદ પવિત્ર રમજાન મહિનાના સમાપન ઉત્સવનો અવસર છે. હું કામના કરું છું કે આ અવસરે આપણા સમાજમાં ભાઈચારો અને આપસી સમજ વધે.



યુપી ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ આજે ઈદ ઉજવી રહ્યો છે. લખનઉમાં ઈદગાહમાં સવારે 9 વાગે ઈદની નમાજ પઢાશે. ઈદને લઈને સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈકે પણ પ્રદેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી. નોંધનીય છે કે ઈદનો તહેવાર નવો ચાંદ દેખાયાના આગલા દિવસ શરૂ થનારા શવ્વાલના મહિનાના પહેલા દિવસે ઉજવાય છે. દેશભરમાં ઈદના કારણે ખુશીનો માહોલ છે. લોકો બજારોમાં ફરી ફરીને શોપિંગ કરતા જોવા મળ્યાં.



શું છે ઈદનું મહત્વ
દુનિયાભરના મુસલમાનો માટે ઈદ ખુશીનો સૌથી મોટો દિવસ ગણાય છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે રમજાન મહિનામાં રોજા રાખ્યા બાદ મુસલમાનો માટે અલ્લાહ તરફથી આ એક ભેટ છે. 30 દિવસના રોજા બાદ ઈદ ઉલ ફિતર ખુશીઓનો પેગામ લઈને આવે છે. ઈદમાં મુસલમાનો અલ્લાહનો આભાર એટલા માટે પણ વ્યક્ત કરે છે કારણ કે તેમણે આખો મહિનો રોજા રાખવાની શક્તિ આપી. આ ઈદને ઈદ ઉલ ફિતર કહેવામાં આવે છે. ઈદના દિવસે સવારે પહેલી નમાજ પઢાય છે. ત્યારબાદ લોકો પરસ્પર ગળે મળે છે અને એકબીજાને મુબારકબાદ આપે છે. આ દિવસે લોકો તમામ કડવાહટ ભૂલી જાય છે અને ગળે મળે છે.