નવી દિલ્લીઃ મુસ્લિમ બિરાદરો માટે આજનો દિવસ ખાસ છે, કેમ કે આજે ઈદનો તહેવાર છે. જેની મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવણી કરી....ઘણા દિવસોથી ઈદની નિશ્ચિત તારીખને પગલે અનેક અટકળો હતી. ખરેખર ઈદની કોઈ તારીખ નિશ્ચિત હોતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદ દેખાયા બાદ મનાવાય છે ઈદઃ
ચાંદ દેખાયા બાદ ઈદની ઉજવણી નક્કી થાય છે.જે દિવસે ચંદ્ર દેખાય છે તેને ચાંદ મુબારક કહેવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્રના દિવસે લોકો સવારે વહેલા ઊઠીને નમાઝ અદા કરે છે. અને બાદમાં એકબીજાને શુભકામના પાઠવે છે.


પવિત્ર મનાય છે રમઝાન મહિનોઃ
રમઝાન માસને પવિત્ર મનાય છે..ઈસ્લામિક કેલેન્ડર મુજબ, શવ્વાલ મહિનાના પ્રથમ દિવસે ઈદ અલ-ફિત્ર (ઈદ 2022)  ઉજવાય છે.  હિજરી કેલેન્ડરનો દસમો મહિનો છે.રમઝાન મહિનાના અંતમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. રમઝાન મહિનો મુસ્લિમોમાં સૌથી પવિત્ર મનાય છે.


ઈસ્લામિક માન્યતાઃ
મુહમ્મદ સાહેબ મક્કાથી મદીના પરત ફર્યા ત્યારે હિજરી કેલેન્ડર શરૂ થયું હતું. તેમણે  ચાંદ દેખાતા અને અદૃશ્ય થવા અંગેનો હિસાબ કર્યો હતો....આ ખલીફા ઉમર ઇબ્ન અલ ખતાબના સમયમાં શરૂ થયું હતું.મુહમ્મદ ઈ.સ. 622માં મક્કાથી મદીના ગયા હતા અને ત્યારપછી જ આ કેલેન્ડરની શરૂઆત થઈ હતી. મક્કાથી અલગવા અથવા હિજ્રને કારણે તેને હિજરી કેલેન્ડર નામ આપવામાં આવ્યું હતું.


મહિનાના અંતમાં મનાવાય છે ઈદઃ
રમઝાન માસમાં મુસ્લિમો 30 દિવસ  ઉપવાસ કરે છે. 30 દિવસ પછી આ મહિનાને વિદાય આપવામાં આવે છે. ગલ્ફ દેશોમાં ચાંદ જોવા મળ્યાના બીજા દિવસે ભારતમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે. મુસ્લિમ કેલેન્ડર અનુસાર, ઈદ (ઈદ 2022) માં ચાંદ જોવાને ખૂબ મહત્વ આપવામાં આવે છે.