નવી દિલ્હી: દિલ્હી સહિત દેશના અલગ અલગ ભાગમાં સોમવારના ઈદ મનાવવામાં આવશે અને રવિવારના છેલ્લો રોઝા હશે. દિલ્હીની બે ઐતિહાસિક મસ્જિદોના શાહી ઈમામએ જાહેરાત કરી છે કે, શનિવારના ક્યાંય પણ ચાંદ દેખાયાના સમાચાર મળ્યા નથી. એટલા માટે ઈદનો તહેવાર સોમવારના મનાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમે જણાવ્યું કે, શનિવારના દિલ્હીમાં ચાંદ દેખાયો નહીં અને ના ક્યાંયથી પણ ચાંદ દેખાયાના સમાચાર પ્રાપ્ત થયા. એટલા માટે રવિવારના 30મો રોઝા હશે અને શવ્વાલ (ઇસ્લામી કલેન્ડરનો 10મો મહિનો)ની પહેલી તારીખ સોમવારના હશે. બુખારીએ એક વીડિયો શેર કરતા કહ્યું હતું કે, ચાંદ દેખાવવાના કોઈ સમાચાર મળ્યા નથી. કેમણે કહ્યપું કે, આસામ, કર્નાટક, હૈદરાબાદ, આંદ્ર પ્રદેશ, મુંબઇ, ચેન્નાઈમાં સંપર્ક કરી ચાંદ વિશે જાણકારી મેળવવામાં આવી હતી પરંતુ ક્યાંય પણ ચાંદ દેખાયાના સમાચાર મળ્યા નથી.


મુસ્લીમ સંગઠન ઈમારત એ શરીયાએ પણ જાહેરાત કરી છે કે, શનિવારના ચાંદ દેખાયો નથી અને રવિવારના છેલ્લો રોઝા હશે. ઈદ 25 મેના મનાવવામાં આવશે. રમઝાન મહિનામાં રોઝેદાર સવારે સૂર્ય ઉદયથી લઇને સૂર્યાસ્ત સુધી કંઇક ગ્રહણ કરતા નથી. આ મહિનો ઈદનો ચાંદ જોવાની સાથે પૂર્ણ થયા છે.


તાજેતરમાં જ મુફ્તિ મુકરમે લોકડાઉનને ધ્યાનમાં રાખીને એક વીડિયો શેર કર્યો હતો, અને મુસ્લિમોને ઘરમાં ઈદ નમાઝ કરવાની અને ફિત્રા (દાન) કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે સવારે ઘરે ઇદની તૈયારી કરો અને થોડી મીઠી વસ્તુઓ ખાઓ. ચાર રકત નમાઝ-નફિલ ચાશ્ત (વિશેષ નમાઝ) અર્પણ કરો. પછી અલ્લાહથી દુઓ કરો."


શાહી ઇમામે કહ્યું હતું, "આ રીતે ઈદ-ઉલ-ફિત્ર પર સદ્દકા-એ-ફિત્ર (દાન) અદા કરવામાં આવે છે. મુસ્લિમો, પરિવારના પ્રતિ સભ્ય દીઠ રૂ. 55 ફિત્ર અદા કરે અને ગરીબોને શોધી આ પૈસા આપો."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube