બિહારમાં મોટી દુર્ઘટના: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જાનૈયાઓને કચડ્યા, 8 લોકોના મોત
બિહારના લખિસરાયમાં મોડી રાત હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના હલસી બજારમાં અકસ્માતમાં આઠ લોકો મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના બાદ આક્રોશિત લોકોએ હલસી બજાર સ્થિત આંબેડકર ચોકની નજીક વળતર કરવાની માગને લઇને રોડ જામ કરી ભારે હંગામો કર્યો હતો.
લખીસરાય: બિહારના લખિસરાયમાં મોડી રાત હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના હલસી બજારમાં અકસ્માતમાં આઠ લોકો મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના બાદ આક્રોશિત લોકોએ હલસી બજાર સ્થિત આંબેડકર ચોકની નજીક વળતર કરવાની માગને લઇને રોડ જામ કરી ભારે હંગામો કર્યો હતો.
વધુમાં વાંચો:- રામ જન્મભૂમિ વિવાદ પર જલ્દી સુનાવણીની માગ કરતી અરજી પર આજે સાંભળશે સુપ્રિમ કોર્ટ
સ્થળ પર પહોંચેલા એસપી મનીષ કુમાર, એસડીએમ મુરલી પ્રસાદ સિંહ અને મોટી સંખ્યામાં પોલીસ લોકોને સમજાવાનો પ્રયત્ન કરી રહી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, હલસી બજારમાં, નકટ માંઝીની પૌત્રીના લગ્ન હતા. જાન નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢીવિશનપુર ગામથી આવી હતી. સંપૂર્ણ સમારોહ દરમિયાન લોકો ઘણા ખુશ હતા. અચાનક લખીસરાય તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે પહેલા વીજળીના થાંભલાને ટક્કર માર્યા બાદ જાનૈયાઓને કચડી માર્યા હતા.
વધુમાં વાંચો:- કર્ણાટક પછી હવે ગોવામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 10 MLA જોડાયા ભાજપમાં
આ ઘટનામાં ત્રણ જાનૈયાઓ અને પાંચ કન્યા પક્ષના લોકોના મોત થયા છે. મૃતકમાં મંજીત કુમાર, નકટ માંઝી, મુસ્કાન કુમારી, ઉમેશ માંઝી, રાજીવ માંઝી, ઘનરાજ માંઝી, શંભૂ માંઝી અને ગોરે માંઝી સામેલ છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોમાં કરકૂ માંઝી, સન્નૂ માંઝી, રિતિક માંઝી, કર્પૂરી માંઝી, મતરુ માંઝી સહિતના ઘણા લોકોની સારવાર શારદા હોસ્પિટલ અને હલસી પીએચસીમાં ચાલી રહી છે.
વધુમાં વાંચો:- રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું, 'પરાજયથી નિરાશ થવાનું નથી, અમે અમેઠી નહીં છોડીએ'
ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નની ખૂશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો.
જુઓ Live TV:-