દર્દનાક અકસ્માત: ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં 8 લોકો દટાયા, 6ના મોત
ઘટના બારાદરી પોલીસ મથક વિસ્તારના પીલીભીતની છે. માટી નીચેથી 8 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ચાર મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
નવી દિલ્હી/ બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં કેબલ પાથરવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં 8 મજૂર દટાયા હતા, જેમાંથી 6 મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાની સૂચના મળતાં જ ઘટનાસ્થળે જિલ્લા અને પોલીસ તંત્રની સાથે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ. ઘટના બારાદરી પોલીસ મથક વિસ્તારના પીલીભીતની છે. માટી નીચેથી 8 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ચાર મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે બે મજૂરોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
મળતી માહિતી અનુસાર કેબલ પાથરતી વખતે ચાલી રહેલા ખોદકામ દરમિયાન માટી ઢળી પડતાં લગભગ ત્રણ મીટર ઉંડા ખાડામાં દટાઇ ગયા હતા. માટીની ભેખડ ધસી પડવાના સમાચાર પ્રાપ્ત થતાં જ રેસ્ક્યૂ માટે ટીમો લાગી ગઇ. અકસ્માતની સૂચના બાદ ડીએમ વીરેંદ્ર સિંહ, એસએસપી મુનિરાજ અને આઇજી ડીકે ઠાકુર ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. ડીએમએ આ મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બધા મજૂર થાના રાયગંજ જિલ્લો ઇતહર દિનાજપુર ઉત્તરી પશ્વિમી બંગાળના રહેવાસી છે. જાણકારી અનુસાર ઘટના બરેલીના પીલીભીત બાઇપાસ રોડ પર ફહમ લોન બારાત ઘર અને વુડરો સ્કુલ પાસેની છે. અહીં એક ખાનગી ટેલીકોમ કંપનીના કેબલ પાથવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે આ અકસ્માત સર્જાયો.
બરેલીના ડીએમ વીરેંદ્ર કુમાર સિંહનું કહેવું છે કે માટી ઘસી પડતાં આઠ મજૂર દટાઇ ગયા, જેમાંથી 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મજૂરોને કાઢીને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા કેસની તપાસ કરવામાં આવશે.