નવી દિલ્હીઃ Supreme Court to hear Eknath Shinde group Plea: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે અને ડેપ્યુટી સ્પીકરના નિર્ણય વિરુદ્ધ એકનાથ શિંધે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. નોંધનીય છે કે શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદેએ પોતાના અને 15 અન્ય બળવાખોર ધારાસભ્યોને વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા મોકલેલી અયોગ્ય ઠેરવવાની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એકનાથ શિંદેએ કાર્યવાહીને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવતા કોર્ટ પાસે તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં આપી છે બે અરજીઓ
એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર જૂથે સુપ્રીમમાં બે અરજીઓ આપી છે. પ્રથમ અરજીમાં શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકર તરફથી મોકલેલી અયોગ્યતા નોટિસને પડકારી છે. અરજીમાં શિંદે જૂથે લખ્યું કે ડેપ્યુટી સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર નિર્ણય થવા સુધી કોર્ટ તે નિર્દેશ આપે કે અયોગ્યતા નોટિસ પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. બીજી અરજીમાં શિંદે જૂથે અજય ચૌધરીને શિવસેના ધારાસભ્ય દળના નેતાના રૂપમાં નિમણૂંકને પણ પડકારી છે. આ સાથે શિવસેનાના સુનીલ પ્રભુને ચીફ વ્હીપ તરીકે નિમણૂક કરવાના નિર્ણયને પણ પડકાર્યો છે. 


કપિલ સિબ્બલ અને હરીશ સાલ્વે હશે આમને-સામને
સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચ આ મામલાની સુનાવણી કરશે. કોર્ટમાં શિવસેના તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી પોતાનો પક્ષ રાખશે, જ્યારે એકનાથ શિંદે જૂથ તરફથી પોતાનો પક્ષ રાખવા માટે હરીશ સાલ્વેને હાયર કર્યા છે. જ્યારે ડેપ્યુટી સ્પીકર તરફથી વકીલ રવિ શંકર જંધ્યાલ કોર્ટમાં દલીલો કરશે. 


આ પણ વાંચોઃ સાત વિધાનસભા અને ત્રણ લોકસભા ચૂંટણીના સામે આવ્યા પરિણામ, જાણો કોની જીત-કોની હાર


શરદ પવારે ફરી કહ્યુ અમે ઉદ્ધવ ઠાકરે સાથે
આ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર રવિવારે રાત્રે દિલ્હી પહોંચી ગયા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે ઉદ્ધવ ઠાકરે સાથે છે. આ સાથે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર છે. 


મહારાષ્ટ્રમાં સરકાર જવાનો ખતરો
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના ઘણા ધારાસભ્યો 22 જૂનથી અસમની રાજધાની ગુવાહાટીની એક હોટલમાં છે. બળવાખોર ધારાસભ્યોએ રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે, જેથી ઠાકરે સરકાર જવાનો ખતરો ઉભો થઈ ગયો છે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube