Voting Leave: દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તો ગુજરાતની 26 લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે, જ્યારે 4 જૂને પરિણામ આવશે. ઘણી જગ્યાએ કામના દિવસોમાં મતદાન થવાનું છે, એટલે કે જે દિવસે તમારે ઓફિસે જવાનું હોય છે. તેવામાં ઘણા લોકોને મતદાન કરવામાં સમસ્યા આવી શકે છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે મતદાનના દિવસે ઓફિસમાંથી હાફ ડે લઈ શકો કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારીઓને રજા
હકીકતમાં મતદાનના દિવસે ઘણા રાજ્યોમાં સરકાર તરફથી પેડ લીવની જાહેરાત કરવામાં આવે છે, એટલે કે સરકારી નોકરી કરનાર લોકોને ચિંતા રહેતી નથી. સામાન્ય રીતે ઓફિસોમાં રજા હોય છે કે હાફ ડે આપવામાં આવે છે. જેથી લોકો મતદાન કરી શકે છે.


આ પણ વાંચોઃ ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો


ખાનગી સેક્ટરમાં શું છે નિયમ?
હવે વાત કરીએ જે લોકો ખાનગી સેક્ટરમાં નોકરી કરી રહ્યાં છે. તેવા લોકો માટે પણ રજાની જોગવાઈ છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ કંપનીઓએ મતદાનના દિવસે કર્મચારીઓને રજા આપવાની હોય છે. કારણ કે મતદાન કરવું દરેકનો અધિકાર છે, તેવામાં કોઈપણ મતદાન માટે હાફ ડે કે રજાનો ઇનકાર કરી શકે નહીં. એટલે કે તમે ઈચ્છો તો મતદાનના દિવસે હાફ ડે કે રજા લઈ શકો છો. તે દિવસે રજાના પૈસા કંપની કાપી શકે નહીં. 


સરકારોએ કરી રજાની જાહેરાત
જેમ અમે તમને જણાવ્યું કે ઘણા રાજ્યોમાં સરકારે રજાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં પણ મતદાનના દિવસ એટલે કે 7 મેએ ગુજરાત સરકારે રજા જાહેર કરી છે. આ દિવસે શાળા-કોલેજોથી લઈને સરકારી ઓફિસોમાં જાહેર રજા રહેશે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે.