Election 2024: આ ઉમેદવાર પાસે નથી ઘર કે કાર, 20 હજારથી વધુ પુસ્તકોના માલિક, રહી ચૂક્યા છે નાણામંત્રી
Lok Sabha Election 2024: લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારો પાસે કેટલી સંપત્તિ છે તે મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ કેરલમાંથી લોકસભાની ચૂંટણી લડી રહેલા ડો. થોમસ ઇસાકની પાસે સંપત્તિમાં માત્ર પુસ્તકો છે.
Dr Thomas Isaac Net Worth: કેરલના બે વખત નાણામંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા ડો. થોમસ ઇસાક આ વખતે લોકસભા ચૂંટણીમાં તાલ ઠોકી રહ્યાં છે. તેઓ એલડીએફની ટિકિટ પર પથાનમથિટ્ટા લોકસભા સીટથી ઉમેદવાર છે. તેમણે શનિવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે તેમણે એફિડેવિટ પણ જમા કરાવ્યું છે.
તેમના એફિડેવિટ પ્રમાણે તે કેરલના સૌથી ગરીબ ઉમેદવારોમાંથી એક છે. સાદુ જીવન જીવવા માટે જાણીતા ડો. થોમસ ઇસાકની પાસે ન તો પોતાનું ઘર છે, ન કોઈ જમીન છે અને ન સોનાની કોઈ જ્વેલરી છે. ડો. થોમસ ઇસાક સીપીએમ કેન્દ્રીય સમિતિના સભ્ય પણ છે.
સૌથી મોટી સંપત્તિ પુસ્તક, કિંમત 9.6 લાખ રૂપિયા
ઇસાકે પોતાના એફિડેવિટમાં જણાવ્યું કે તેમની પાસે સૌથી વધુ કિંમતની જે સંપત્તિ છે તે તેમના તિરૂવનંતપુરમ સ્થિત ઘરમાં રાખવામાં આવેલા પુસ્તકો છે. આ ઘરમાં 20 હજારથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે, તેની કુલ કિંમત આશરે 9.6 લાખ રૂપિયા છે. જે ઘરમાં આ પુસ્તકો રાખ્યા છે, તે પણ પોતાનું નથી. આ ઘર તેમના ભાઈનું છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન બાદ ગુજરાતમાં થશે જૌહર? જાણો હજારો ક્ષત્રાણિઓએ કેમ કર્યો હતો આત્મદાહ
સેવિંગ એકાઉન્ટમાં જમા છે આશરે 1 લાખ 23 હજાર રૂપિયા
ઇસાહે શપથ પત્રમાં જણાવ્યું કે તેમની પાસે તિરૂવનંતપુમમાં ટ્રેઝરી બચત બેન્કમાં 6000 રૂપિયા, પેન્શનર ટ્રેઝરી ખાતામાં 68000 રૂપિયા, એસબીઆઈ બચત ખાતામાં 39000 રૂપિયા, કેએસએફઈ સુગમ ખાતામાં 36000 રૂપિયા અને કેએસએફઈમાં ફિક્સ ડિપોઝિટના રૂપમાં 1.31 લાખ રૂપિયા જમા છે. તેમના એફિડેવિટમાં રોકાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પ્રમાણે કેએસફઈમાં ચિટ ફંડના વિવિધ હપ્તામાં તેમણે 77,000 રૂપિયા જમા કરી રાખ્યા છે. આ સિવાય તેમની પાસે 10,000 રોકડા અને મલયાલમ કમ્યુનિકેશન્સમાં 10,000 રૂપિયાના શેર છે.
ડો. થોમસ ઇસાકે શનિવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે મંત્રી વીણા જોર્જ, ધારાસભ્ય ચિત્તયમ ગોપકુમાર, મેથ્યૂ ટી થોમસ અને પ્રમોદ નારાયણન હાજર રહ્યાં હતા.