નવી દિલ્હી: ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરે ફરી ચૂંટણી યોજાવા જઇ રહી છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ આ વખતે પણ બહુમત સાબિત કરવા માટે વોટ માગવામાં લાગી ગયા છે. નેતન્યાહુએ ચૂંટણી પ્રચાર માટે અનેક એનોખી રીત શોધી લીધી છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ઇઝરાયલા લોકો પાસેથી તેમના પક્ષ માટે વોટ માગી રહ્યા છે. જેના માટે તેમણે પીએમ મોદી અને તેમની પોતાની તસવીરોના પોસ્ટરો ઇમારતો પર પ્રચાર માટે લગાવી દીધા છે. આ પ્રકારના પોસ્ટરો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સાથે જ નેતન્યાહુએ ટ્રમ્પ અને પુતિન સાથેના પોસ્ટરો લગાવીને પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પોસ્ટર લગાવીને નેતન્યાહુ દુનિયાના નેતાઓ સાથેના ઇઝરાયલના સબંધો દેખાડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેતન્યાહુએ એપ્રીલમાં થયેલી ચૂંટણીમાં રેકોર્ડ પાંચમી વાર જીત મેળવી હતી. પરંતુ તે એક સૈન્યના લશ્કરી બિલના વિરોધમાં ગઠબંધન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ઇઝરાયલના સાંસદોએ અભૂતપૂર્વ પગલુ ઉઠાવી સાંસદોને ભંગ કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે ફરીવાર સામાન્ય ચૂંટણી થઇ અને તેનું પરિણામ જાહેર થયું હતું.


કર્નાટકમાં બીજેપી સોમવારે સાબિત કરશે બહુમત, ધારાસભ્યોની હોટલમાં બેઠક


નેતન્યાહુ હાલમાજ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી બન્યા છે. અ પહેલા આ રેકોર્ડ જેશના સંસ્થાપક રહેલા ડેવિડ બેન ગુરિયનના નામે હતો. ઇઝરાયલના અસ્તિત્વમાં આવેલા 25981 દિવસ થયા છે, જેમાંથી આજ સુધીના કાર્યકાળમાં નેતન્યાહુ 4,873 દિવસો સુધી દેશના પ્રધાનમંત્રી પદ સુધી રહ્યા હતા.


 


શરદ પવાર પર CM ફડણવીસનો પલટવાર, વિરોધ પક્ષના નેતા પણ BJPથી આકર્ષિત

 LIVE TV : 



નેતન્યાહુ પાંચમી વાર માટે આ વર્ષે પ્રધાનમંત્રી નક્કી કરવામાં આવ્યા પરંતુ સરકાર બનાવામાં અસમર્થ રહેતા તેમણે ફરી ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો હતો. નેતન્યાહુ વર્તમાનમાં ભષ્ટ્રાચારને લઇને આવેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેમના રાજીનામાની માગ પણ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ તેના પર થઇ રહેલા તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા.