નવી દિલ્હી: રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અનેક જનસભાઓ કરવા જઈ રહ્યાં છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોને માત આપવા માટે પીએમ મોદી પોતે મેદાનમાં છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીની રાજસ્થાનના જોધપુર અને બાડમેરમાં જનસભાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજસ્થાનમાં વડાપ્રધાન બાડમેરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. જ્યારે સોમવારે વડાપ્રધાન જોધપુરમાં જનસભા કરશે. કહેવાય છે કે જોધપુર અને બાડમેરની બેઠક પર ભાજપે કોંગ્રેસને માત આપવા માટે પીએમ મોદીને મેદાનમાં ઉતાર્યા છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી જોધપુરથી પહેલીવાર લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા સીએમ અશોક ગહેલોતના પુત્ર વૈભવ અને બાડમેરના કોંગ્રેસ ઉમેદવાર અને ભાજપના દિગ્ગજ નેતાઓમાં ગણાતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યાં છે. 


પ્રિયંકાએ PM મોદીને ગણાવ્યાં 'નબળા વડાપ્રધાન', પીયૂષ ગોયલે આપ્યો જડબાતોડ જવાબ


ભાજપના દિગ્ગજ નેતા કરી રહ્યાં છે પ્રચાર
ભાજપ આ બે બેઠકોને ખુબ જ મહત્વપૂર્ણ માની રહી છે. જેના કારણે અત્યાર સુધીમાં રાજસ્થાન ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ આ બે બેઠકો પર સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. કહેવાય છે કે એક સપ્તાહની અંદર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈની 3 વાર બાડમેર જઈ ચૂક્યા છે. 


ખાસ રણનીતિ બનાવવામાં આવી
કહેવાય છે કે આ બે હાઈ પ્રોફાઈલ ઉમેદવારોને માત આપવા માટે ભાજપે અહીં રણનીતિ તૈયાર કરી છે. પીએમ મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. મીડિયા સાથેની વાતચીતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સૈનીએ તેનો સંકેત આપ્યો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...