મુંબઈ/ચંડીગઢઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના પડઘમ શનિવારે સાંજે 5 કલાકે પુરા થઈ ગયા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષના નેતાઓએ તોફાની પ્રચાર કર્યો હતો. હવે મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતિમ દિવસે એડીચોટીનું જોર 
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ હરિયાણામાં બે રેલી કરી હતી. પહેલા સિરસા અને પછી રેવાડીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના નંદુરબાર,અકોલા, અહેમદનગરમાં ચૂંટણી રેલી સંબોધી હતી, સાથે જ કરજત અને જમખેડમાં રોડ શો પણ કર્યો હતો. 


'હવે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવામાં આવે છે': રેવાડીમાં પીએમ મોદી


હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાએ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બેરી, ઈસરાના, સમાલખામાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. હુડ્ડાની રાજકીય કારકિર્દી દાવ પર લાગેલી છે. 


ભાજપ તરફથી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કરનાલમાં રોડ શો કર્યો હતો. ખટ્ટર કરનાલ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે અને 5 વર્ષના કામકાજના આધારે વોટ માગી રહ્યા છે. આ ઉપરાંત તેમણે નારનોંદ (હિસાર) અને સોનીપતમાં જનતાને સંબોધી હતી અને રોડ શો પણ કર્યો હતો. 


મહારાષ્ટ્રઃ કોંગ્રેસે આજ સુધી આદિવાસી સમાજના કલ્યાણ માટે કશું જ કર્યું નથી- અમિત શાહ


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 દ્વારા ઠાકરે પરિવારનો પુત્ર આદિત્ય ઠાકરે સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છે. આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા સીટ પર ચૂંટણી લડી રહ્યો છે અને તેને ટેકો આપવા માટે કેટલાક બોલિવૂડ સ્ટાર પણ સાથે આવ્યા છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...