નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથને અંધેરી પૂર્વ સીટ પર વિધાનસભા પેટાચૂંટણી માટે મશાલનું નિશાન આપ્યું છે. પંચે કહ્યું કે, કોઈપણ ધાર્મિક નિશાન ચૂંટણી માટે ન આપી શકાય. નોંધનીય છે કે ઉદ્ધવ જૂથે મશાલ, ત્રિશૂલ અને ઉગતા સૂરચનો વિકલ્પ ચૂંટણી પંચ સામે રાખ્યો હતો. તો શિંદે જૂથે ગદા, ઉગતો સૂરજ અને ત્રિશૂલનો વિકલ્પ આપ્યો હતો, જેને નકારી દેવામાં આવ્યો છે. 


ઉદ્ધવ જૂથને ચૂંટણી પંચે પાર્ટીનું નામ 'શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)' આપ્યું છે. તો ચૂંટણી પંચે શિંદે જૂથના નિશાનના ત્રણ વિકલ્પોને નકારી દીધા છે. પરંતુ પેટાચૂંટણીમાં શિંદે જૂથની પાર્ટીનું નામ 'બાલાસાહેબાંચી શિવસેના' હશે. ચૂંટણી પંચે કહ્યું કે પાર્ટીના નામને લઈને શિંદે જૂથની જે પહેલી પ્રાથમિકતા હતા તે વિરોધી જૂથે પણ પહેલી પ્રાથમિકતામાં રાખી હતી. તેવામાં બંને જૂથને તે નામ આપવામાં આવી રહ્યું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube