નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની માંગ લાંબા સમયથી નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવી પાર્ટીઓ કરી રહી છે. હવે ચૂંટણી પંચે ક્યું કે, તેઓ વિધાનસભા ચૂંટણીની જાહેરાત અમરનાથ યાત્રા બાદ કરી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી વર્ષનાં અંતે કરાવવામાં આવી શકે છે. શક્યતા છે કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા સાથે કરાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા પરાજય બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસનું સંકટ વધ્યું, 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ચૂંટણી પંચે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે જમ્મુ અને કાશ્મીરની સ્થિતી પર નજર રાખી રહ્યા છે. અહીં ચૂંટણી અંગે અમે અમરનાથ યાત્રા બાદ જાહેરાત કરીશું. અમરનાથ યાત્રા ઓગષ્ટમાં રક્ષાબંધન પર ખતમ થશે. શક્યતા છે કે ત્યાર બાદ જ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવે. વર્ષના અંતે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની ચૂંટણી પણ થવાની છે. તે અગાઉ 2014માં જમ્મુ કાશ્મીર ચૂંટણી આ જ રાજ્યોમાં સાથે થયા હતા. ત્યારે કોઇ પણ દળને અહીં પુર્ણ બહુમતી મળી નહોતી. ત્યાર બાદ ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી હતી. જો કે સરકારે પોતાનો 6 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરી શક્યા નથી. 


ઇફ્તાર દાવતમાં હાજરી મુદ્દે ગિરિરાજના કટાક્ષ અંગે નીતીશનો વળતો પ્રહાર
રાજસ્થાન કોંગ્રેસમાં અસંતોષ: ગહલોતે કહ્યું પાયલોટ જોધપુર હારની જવાબદારી તો સ્વિકારે
જમ્મુ કાશ્મીરમાં સરકાર ફરીથી પરિસીમન અંગે પણ વિચાર કરી રહ્યા છે. અહીં લાંબા સમયથી સીમાંકન પર રોક છે. માનવામાં આવી રહ્યું છે કે હવે સરકાર એસસી એસટી માટે પણ સીટો અનામત કરી શકે છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર ક્ષેત્રની સીટો વધારવા અંગે પણ વિચારણા કરી રહી છે.